હત્યાના કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપતી જાદર પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-03 11:59:04
  • Views : 472
  • Modified Date : 2019-08-03 11:59:04

તા.૩૦/૭/૨૦૧૯ ના રોજ ૧૧/૪૫ પહેલાં કોઇપણ સમયે મરણ જનાર અજાણ્યા પુરૂષ આશરે ૨૫થી ૩૦ વર્ષ વાળાની લાશ આરસોડીયા ગામની સીમમાં સપ્તેશ્વરથી ફુદેડા તરફ જતા રોડ ઉપર આવેલ સાબરમતી નદીના પુલની છેડે આવેલ બાવળની ઝાડીમાંથી  મળી આવેલ. જે અંગે મુકેશભાઇ રસીકલાલ પટેલ રહે.આરસોડીયા વાળાની જાહેરાત આધારે સદરીનું પોસ્ટ મોર્ટમ કરાવતાં સદરીને માર મારવાથી માથામાં તેમજ શરીરે ગંભીર ઇજાઓ થવાથી સદરીનું મોત થયેલ હોવાનું જણાઇ આવતાં આ કામે જાદર પો.સ્ટે. ખુનનો ગુન્હો નાંધી મે.
પો.અધિ. ચૈતન્ય રવીન્દ્દ મંડલીક તથા ના.પો.અધિ. ડી.એમ.ચૌહાણ નાઓએ આ ગંભીર ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડી પાડવા સૂચના આપેલ તથા સી.પી.આઇ. ખેડબ્રહ્મા નાઓના માર્ગદર્શન હેઠળ
પો.સ.ઇ. એમ.બી.ગજ્જર નાઓએ પોલીસ સ્ટાફના માણસોની જુદી-જુદી ટીમો બનાવી સપ્તેશ્વરથી નજીકમાં વીજાપુરની આજુ-બાજુમાં આવેલ તમાકુની ખરીઓ ઉપર તપાસ સઘન પુછપરછ હાથ ધરતાં સદર મરણ જનાર સાંતીયાભાઇ હોવાનું અને તેને રણછોડપુરા ચાર રસ્તા નજીક આવેલ ગોપાલ ટોબેકોમાં કામ કરતા સોમાભાઇ, લક્ષ્મણભાઇ તથા બીજા એક ઇસમે મળી માર મારી મારી નાખેલ હોવાનું જણાઇ આવતાં જે અંગે તપાસ કરતાં સાંતીયાભાઇ કાનાજી માજીરાણા રહે.સનવાડા તા.રેવદર જિ.સિરોહી (રાજ.) વાળાને છેલ્લાં ચાર વર્ષથી તેના જ કુટુંબી ભાઇ લક્ષ્મણભાઇ રાવતાજી માજીરાણાની પત્નિ રેખા સાથે આડા સંબંધ હતા અને એક વાર આ સાંતીયાભાઇ તેને ભગાડીને લઇ ગયેલ હોવાની હકીકત જાણવા મળી હતી.તેમજ ગઇ તા.૨૯/૦૭/૨૦૧૯ ના રોજ મરણ જનાર સાંતીયાભાઇ રાત્રીના અગિયારેક વાગ્યાના સુમારે આ રેખાબેન ગોપાલ ટોબેકોમાં મજુરી કામ કરતી હોય જેને મળવા ગયા હતા. તે દરમ્યાન રેખાના પતિ લક્ષ્મણ તથા તેના કુટુંબી સાળા સોમાભાઇ કાળાજી માજરાણા તથા ગોકળભાઇ ઉર્ફે કીયો કાળાજી માજીરાણા બન્ને રહે.હાલીવાડા તા.કાલન્દ્દી જિ.સિરોહી (રાજ.) વાળાએ મળી મરનાર સાંતીયાભાઇના હાથ-પગ બાંધી લાકડાના ધોકાઓ વડે માર મારી માથામાં તેમજ શરીરે ગંભીર ઇજાઓ  મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ સોમાએ પોતાના ઓળખીતા સુરેશભાઇ ઠાકોર રહે.હસ્નાપુર વાળાને પોતાના સંબંધી બીમાર હોવાથી રાજસ્થાન જવાનું કહી ઇકો ગાડી લઇ બોલાવતાં સદરી ઇકો ગાડી લઇ આવતાં જલ્દી ગાડી પાછી વાળી દે તેમ કહી ઉતાવળે મરનારની લાશ ઇકો ગાડીમાં નાખી ઇડર જવાનું કહી આરસોડીયા ગામેથી ગાડી પાછી વળાવી સપ્તેશ્વર-ફુદેડા રોડ ઉપર સાબરમતી નદીના પુલ નજીક ગાડી ઉભી રખાવી રોડની સાઇડમાં આવેલ બાવળની ઝાડીમાં લાશ નાખી ઇકો ગાડી વાળા સુરેશભાઇને સદરી ત્રણેય ઇસમોએ જાનથી મારી નાખવાની ધમકી આપી રાજસ્થાન ભાગી ગયેલ હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી સદરી આરોપીઓ પૈકી સોમાભાઇના પિતા કાળાજી પાસેથી મળેલ માહિતી આધારે સદરી આરોપીઓ લુણોલ નજીક તેઓના વતન બાજુ હોવાનું જણાઇ આવતાં જુદી-જુદી ટીમો બનાવી આરોપીઓના સંભવીત આશ્રયના સ્થળોએ તપાસ કરાવતાં સદરી ત્રણેય આરોપીઓ સનવાડાથી મળી આવતાં તેઓની ધરપકડ કરી તેઓના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ.


Download Our B K News Today App



Related News