ધાનેરા પોલીસે નાનુડા ગામ પાસેથી દારૂ ભરેલ ગાડી ઝડપ આરોપી ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-08 11:35:33
  • Views : 475
  • Modified Date : 2019-12-08 11:35:33

ધાનેરા પોલીસે રાત્રીના સમયે ફિલ્મી ઢબે દારૂની ગાડીનો પિછો કરીને દારૂ ભરેલ ગાડીને નાનુડા ગામની સીમમાંથી પકડી પાડી હતી અને આ પીકઅપ ડાલામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ ૮૯ બોટલ નંગ-૪૨૭૨ કિં.રૂ. ૪,૭૨,૨૦૦ નો દારૂ કબ્જે લેવાયો હતો. તેમજ બે મોબાઇલો પણ મળતા બધા ગુના ઉકેલાંય તેવી પોલીસે આશા દર્શાવી છે.  
થરાદ ઇન્ચાર્જ નાયબ
પોલીસ અધિક્ષક આર.કે.પટેલ થરાદ વિભાગના માર્ગદર્શન મુજબ ગુરૂવારે રાત્રીના સમયે
પોલીસ ઇન્સપેક્ટર ધાનેરા એસ.એ. ડાભી તથા ઇશ્વરભાઇ, વિક્રમભાઇ, રમેશભાઇ, પ્રકાશભાઇ વિગેરે પો.સ્ટાફના માણસો પ્રોહી
પેટ્રોલિંગમાં હતા. ત્યારે નાનુડા ગામ પાસેથી શંકાસ્પદ
પીકપ ડાલા નં જીજે-૦૮-
રૂ-૯૮૧૯ની આવતા રોકવાનો ઇશારો કરતાં ઉભી ના રાખેલ અને નાનુડા થઇ ડેડુડી ગામના કાચા નેળીયા થઇ ડુવા ગામ તરફ ભગાડેલ. જેથી પોલીસે જેનો પીછો ચાલુ રાખેલ અને ગાડી ડુવા સીમમાંથી પલટાવી
પાછી નાનુડા તરફ વાળતા ગાડીના ટાયર ખાડામાં પડી જતા ગાડીનો ડ્રાઇવર ગાડી મુકી  અંધારાનો લાભ લઇ નાસી ગયેલ. જેથી પોલીસે આ ગાડીની તપાસ કરતાં ગાડીમાંથી દારૂ જોવા મળતા પોલીસે આ
પીકઅપ ડાલા નં જીજે-૦૮-
રૂ-૯૮૧૯માં ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટી નંગ ૮૯ બોટલ નંગ-૪૨૭૨ કિં.રૂ. ૪,૭૨,૨૦૦, ગાડી કિં.રૂ ૨,૦૦,૦૦૦, મોબાઇલ નંગ -૨ કિં.રૂ. ૨૫૦૦ મળી કુલ મુદ્દામાલ રૂ. ૬,૨૯,૭૦૦નો મુદ્દામાલ પકડી પાડી અને ગાડીના માલિક સામે ધાનેરા પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ આ ગાડીનો ડ્રાઇવર ભાગી ગયેલ અને તેના મોબાઇલ ગાડીમાંથી મળી આવેલ. જેથી આ મોબાઇલના નંબરના આધારે દારૂ લાવનાર ઇસમો તેમજ દારૂ મંગાવનાર ઇસમોની કોલ ડીટેલ કાઢવામાં આવે તો મોટા પ્રમાણમાં આવા દારૂના બુટલેગરો પકડાય તેમ છે. તો પોલીસ આ મોબાઇલના આધારે તપાસ કરશે કે પછી તપાસ બંધ કરી દેવામાં આવશે તે એક મોટો પ્રશ્ન છે.


Download Our B K News Today App



Related News