ડીસા લાયન્સ ક્લબ દ્વારા ૨૦૦થી અધિક પોલીસ કર્મીઓની આરોગ્ય તપાસણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-08 11:48:41
  • Views : 422
  • Modified Date : 2020-04-08 11:48:41

ડીસા લાયન્સ હોલ ખાતે શહેર તેમજ તાલુકામાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓનો સંપૂર્ણ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. વર્તમાન સમયે સમગ્ર વિશ્વમાં વ્યાપેલી મહામારીને કારણે લોકડાઉનના અનુસંધાને ડીસા શહેર તેમજ તાલુકામાં દિવસ રાત ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓમાં સંપૂર્ણ આરોગ્ય ચકાસણી દરમિયાન એક પણ કેસ સામાન્ય શરદી, તાવ, ઉધરસ, છીક કે શ્વાસની તકલીફ વાળો મળવા પામ્યો ન હતો તે જાણી ઉચ્ચ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. દરેક કર્મચારીનું બ્લડ પ્રેસર, ડાયાબિટીસ, પલ્સ તેમજ આગળ પાછળની હિસ્ટ્રી સહિત ઊંડાણપૂર્વક આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. શહેરના નામાંકિત ફિઝિશિયન અને લાયન્સ ક્લબ ઓફ ડીસાના પ્રમુખ (સિનિયર ફીઝિશિયન ડોક્ટર) ભરતભાઈ મકવાણા તથા ડીસા લાયન્સ ક્લબની હેલ્થ કમિટિના અધ્યક્ષ  ફિઝિશિયન ડોક્ટર જયેશભાઈ શાહ, ડો. આકૃતિબેન શાહ, અમિરામભાઈ જોશી અને શાંતિ હોસ્પિટલના ર્નસિંગ સ્ટાફ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. આ સમયે ઉત્તર પોલીસ સ્ટેશનના પી આઈ પટેલ, ગ્રામ્ય પોલીસના પી.આઈ ચૌધરી, દક્ષિણ પોલીસ સ્ટેશનના
પીઆઇ ચૌહાણ અને ડીસા
પોલીસના પરેડ ઓફિસર પંડયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સને સંપૂર્ણ રીતે અનુસરી શિસ્તબદ્ધ રીતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આવા કપરા સમયમાં કામગીરી બજાવતા તમામ પોલીસ કર્મચારીઓનું લાયન્સ કલબ ડીસા વતી સેક્રેટરી નરેશભાઈએ ગુલાબ આપી સન્માન કર્યું હતું.

Download Our B K News Today App



Related News