ગાંધીનગરમાં શાકભાજી વેચતા ૫૮ ફેરિયાના આરોગ્યની ચકાસણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-23 11:56:19
  • Views : 409
  • Modified Date : 2020-04-23 11:56:19

અમદાવાદમાં શાકભાજી વેચતાં ફેરિયાઓનાં કારણે કોરોના સંક્રમણનાં વધી રહેલાં કેસનાં પગલે ગાંધીનગર શહેરી વિસ્તારમાં પણ આજે શાકભાજી વેચતાં ૫૮ જેટલાં ફેરિયાઓનાં આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં એકપણ કોરોના પોઝીટીવ કેસ જણાયો નથી. આ ઉપરાંત આજથી વિવિધ સેક્ટરોમાં જાહેર સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
ગાંધીનગરમાં લોક ડાઉનના બીજાં તબક્કામાં જાગેલા મહાનગર પાલિકા તંત્ર દ્વારા શાકભાજી વેચતાં ફેરિયાઓના આરોગ્યની ચકાસણી હાથ ધરવામાં આવી છે. વિવિધ સેક્ટરોમાં શોપીંગ સેન્ટર
ઉપરાંત ઘરે ઘરે ફરીને શાકભાજી વેચતાં ૫૮ ફેરિયાઓના આરોગ્યની આજે મેડીકલ ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. જેમાં કોઇ શંકાસ્પદ કેસો જણાયાં નથી. આ કામગીરી આગામી બે કે ત્રણ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.
આ ઉપરાંત ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા આજથી વિવિધ સેક્ટરોના આંતરિક રોડ તેમજ વન વિભાગના વિસ્તારોમાં જાહેર સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. આગામી ૩ મેં સુધી હાથ ધરાનારી આ જાહેર સફાઈ કામગીરીનો આજે સેક્ટર ૧, ૨ અને ૩ માંથી આરંભ કરવામાં આવ્યો હતો. આ સેક્ટરોમાથી સુકા પાંદડાં સહિતનો અંદાજે ૧૦ ટન જેટલાં કચરાનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું ડેપ્યૂટી કમિશ્નર શ્રી દવે એ જણાવ્યું છે.

Download Our B K News Today App



Related News