ધાનેરાના જીવાણા ગામે બનાવેલ આરોગ્યના મકાન બાબતે રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-28 11:54:40
  • Views : 449
  • Modified Date : 2020-07-28 11:54:40

ધાનેરા તાલુકાના જીવાણા ગામે આરોગ્ય વિભાગના પેટા કેન્દ્રનું મકાન બનાવવામાં આવ્યુ છે પરંતુ કોન્ટ્રાકટર દ્વારા આ મકાનમાં હલકી ગુણવત્તાવાળુ મટરીયલ તેમજ ફિનિસીંગ ન હોવાથી ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.
સરકાર દ્વારા આરોગ્યની સેવાઓ ગ્રામના લોકો સુધી પહોંચે તે માટે અનેક સુવિધાઓ કરવામાં આવી રહી છે. ગામડે ગામડે આરોગ્યના મકાનો બનાવવામાં આવી રહ્યા છે. તેવુજ મકાન જીવાણા ગામે બનાવવામાં આવી રહ્યુ છે. અને આ મકાન જ્યારથી બનાવવાની શરૂઆત કરી ત્યારથી હલકી ગુણવત્તા વાળુ મટરીયલ જેમાં સિમેન્ટથી લઇને ઇંટ, કપચીઓ અને ટાઇલ્સ પણ હલકી કક્ષાની વાપરવામાં આવી છે. અને આ બાબતે શરૂઆત થીજ
કોન્ટ્રાકટરને ટકોર કરવામાં આવી હોવા છતાં સારી કામગીરી કરવામાં આવેલ નહી. જેથી આ બાબતે સરકારી એન્જીનિયરને પણ રજૂઆતો કરવા છતાં કોઇ સુધારા કર્યા વગર મકાન પુરુ કરીને તેના
 ઉપર પોતાનો પાપ છુપાવવા કલર પણ કરી દેવામાં આવતા ગ્રામજનો દ્વારા આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરતાં તાલુકા વિકાસ અધિકારીએ તેઓને આ બાબતે તપાસ કરાવવા આશ્વાસન
આપવામાં આવ્યુ છે. આ અંગે ગામના જાગ્રુત આગેવાન હરકનભાઇએ જણાવેલ કે અમાં લોકો દ્વારા એન્જીનિયરને અવાર નવાર ફોન ઉપર જાણ કરવા છતાં તેઓ ક્યારેય દેખવા પણ આવ્યા નથી અને જે કામ થયુ છે તે ઢંગધડા વગરના થયા છે. અને આ મકાન બનાવનાર કોન્ટ્રાકટરનંુ પેમેન્ટ રોકવા માટે અને આ મકાન સુધારવા માટે અમોએ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી છે. તેમજ આ બાબતે કલેકટરને પણ લેખિત રજૂઆતો કરીશુ. આ અંગે તાલુકા વિકાસ અધિકારી આર.એચ.ચૌધરીએ જણાવેલ કે આ બાંધકામ અમારા તાબાનંુ નથી પરંતુ આ બાબતે અમો પણ જે તે અધિકારીને લોકોની રજૂઆત મોકલી આપીશુ.

Download Our B K News Today App



Related News