બનાસકાંઠામાં વધુ ૩ કોરોનાના કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-27 11:32:52
  • Views : 818
  • Modified Date : 2020-05-27 11:32:52

બનાસકાંઠા જિલ્લામાં વધુ ત્રણ કોરોના વાયરસના
પોઝીટીવ કેસ મળી આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસની ધ્યાનમાં લઈ છુટાછાટ આપ્યા બાદ સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે. થોડા દિવસ અગાઉ બનાસકાંઠા જિલ્લામાં એક જ દિવસમાં કોરોના વાયરસના ૧૧ જેટલા પોઝીટીવ કેસ સામે આવ્યા હતા. જેમાં એક જ ગામ વડગામ ખાતે ૧૦ સગર્ભા મહિલાઓને
પોઝીટીવ કેસ મળી આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારે ફરી એકવાર બનાસકાંઠા જિલ્લામાં ૩ પોઝીટીવ કેસ મળી આવતા ફરી એકવાર આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે ૧ પોઝીટીવ કેસ, ડીસા તાલુકાના સરદારપુરમાં એક કેસ અને ડીસા શહેરમાં એક વ્યક્તિને કોરોના વાયરસનો પોઝીટીવ કેસ મળી આવતા હાલ આરોગ્ય વિભાગે આ ત્રણેય લોકોને આઈસોલેસન વોર્ડમાં મોકલી તેના સંપર્કમાં આવેલા તમામ લોકોની
તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી ૧૦૪  જેટલા કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. જ્યારે ૭૮ લોકો સ્વસ્થ થઈ ઘરે ગયા છે અને અત્યાર સુધી ૪ લોકોના મોત થયા છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં ૨૨ લોકો સારવાર હેઠળ છે.

Download Our B K News Today App



Related News