ડીસામાં રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગના દરોડા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-22 10:53:14
  • Views : 457
  • Modified Date : 2019-09-22 10:53:14

ચોમાસુ હવે પૂર્ણ થવાને આરે છે ત્યારે ગુજરાતભરમાં રોગચાળાએ માથુ ઉચક્યું છે. જેના ભાગરૂપે બનાસકાંઠાના ડીસામાં આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની ૧૦ ટીમોએ ડીસાના ડોકટર હાઉસની
આજુબાજુ આવેલ હોટલો અને ધાબા પર દરોડા પાડયા હતા.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં એક મહિનાથી રોગચાળાએ જિલ્લાવાસીઓને ભરડામાં લીધા છે અને ડેન્ગ્યુ અને કોંગો ફીવર જેવી ગંભીર બીમારીના કારણે અત્યાર સુધી બે બાળકોના મોત પણ થયા છે. ત્યારે નિંદ્રામાંથી જાગેલું આરોગ્ય વિભાગ હવે ખાદ્ય ચીજવસ્તુઓ વેચાણ કરતા
વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી રહ્યુ છે. બનાસકાંઠા જિલ્લો છેલ્લાં એક મહિનાથી રોગચાળાના ભરડામાં છે અને મોટાભાગની હોસ્પિટલોમાં સવારે આઠ વાગ્યાની સાથે દર્દીઓથી ઉભરાવવા લાગે છે. ત્યારે આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં વાઇરલ તાવની સાથે-સાથે ડેન્ગ્યુ અને કોંગો ફીવર જેવા જીવલેણ રોગે માથુ ઉચક્યું છે. તેવામાં રોગચાળાને ડામવા માટે હવે મોડે-મોડે આરોગ્ય વિભાગ અને નગરપાલિકા નીતિઓએ તપાસ હાથ ધરી છે. જે દિશામાં પણ  આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની ૧૦ ટીમોએ અલગ-અલગ જગ્યાએ ખાલી ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડયા હતા. જ્યાં કેટલીક હોટલોમાંથી એક્સપાયરી ડેટ વગરની ખાદ્ય ચીજવસ્તુઓ મળી આવી હતી તેમજ પાણીમાંથી પોરા અને આ ખાદ્ય ચીજવસ્તુઓની મોટા પ્રમાણમાં સાગમટે સામગ્રી મળી આવી હતી. જોકે આરોગ્ય વિભાગે આ વેપારીઓને માત્ર સામાન્ય નોટિસ આપી અને દંડ ફટકાર્યો છે. આમ આરોગ્ય વિભાગ જ્યારે કોઈ ગંભીર રોગચાળો ફાટી નીકળે ત્યારે પણ એકાદ બે દિવસ કાર્યવાહી કરી અને બે-ચાર વેપારીઓને નાનો-મોટો દંડ ફટકારી સંતોષ માની લે છે અને તેના કારણે જ નિર્દોષ લોકો આરોગ્યના ભરડામાં સુઈ જાય છે.

Download Our B K News Today App



Related News