પાટણ જિલ્લામાં ડેન્ગ્યુએ વર્તાવ્યો કાળો કેર છતાં આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-09 11:32:40
  • Views : 473
  • Modified Date : 2019-11-09 11:32:40

 પાટણ જિલ્લામાં છેલ્લાં બે મહીનાથી તાવના કેસ વધુ જોવા મળી રહ્યા હતા અને જેના કારણે પાટણ જિલ્લાના તમામ દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહેલા જોવા મળી રહ્યા છે. પરંતુ છેલ્લાં એક મહીનામાં પાટણ શહેરમાં ડેન્ગ્યુના  તાવ ઉપાડો લીધો છે અને જ્યાં દેખો ત્યાં ડેન્ગ્યુના દર્દીઓ જોવા મળી રહ્યા છે. છેલ્લાં મહીનામાં
પાટણની લેબોરેટરીઓના અહેવાલ પ્રમાણે ૧૫૦૦ કરતા પણ વધારે ડેન્ગ્યુના કેસ જોવા મળ્યા છે અને એક ડોક્ટરને ત્યાં રોજના ચારથી પાંચ પેશન્ટ આવતા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ત્યારે તેની સામે આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવુ જોવા મળી રહ્યુ છે અને આરોગ્ય વિભાગ આખા વર્ષમાં માત્રને માત્ર ૧૧૭ જેટલા ડેન્ગ્યુના દર્દીઓ બતાવી રહ્યા છે.
આ વર્ષે ચોમાસાથી બીમારીઓનું પ્રમાણ વધતા દવાખાનાઓ સતત છેલ્લાં બે મહીનાથી ઉભરાતા જોવા મળી રહ્યા છે. જેમાં પાટણ જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લાં બે મહીનામાં જિલ્લામાંથી મોટા ભાગના  લોકો બીમાર પડી ચુક્યા છે અને છેલ્લાં એક મહીનાથી ડેન્ગ્યુનો કહેર વધવા લાગ્યો છે. ડેન્ગ્યુ તાવ મેલેરીયાની જેમ જ મચ્છરથી ફેલાતો રોગ છે અને ચોમાસામાં અને ઉનાળામાં આ રોગ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ વખતે શિયાળામાં પણ ચોમાસા જેવો માહોલ રહેતા હજુ પણ ડેન્ગ્યુનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જેથી પાટણ જિલ્લામાં છેલ્લાં એક મહીનામાં ૧૫૦૦ કરતા પણ વધારે ડેન્ગ્યુના કેસ બહાર આવ્યા હોવાનું પાટણમાં આવેલ લેબોરેટરીઓના અહેવાલ થી જાણવા મળ્યુ છે અને પાટણ જિલ્લામાં તમામ દવાખાનાઓ ઉભરાઇ રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગને આ દેખાતું નથી તે પોતાના અન્ય કામમાં વ્યસ્ત જોવા મળતા હોય છે. તેમને આ ડેન્ગ્યુના દર્દીઓ જોવા મળતા નથી અને આરોગ્ય વિભાગ આ ડેન્ગ્યુના દર્દીઓ બતાવનાર ડોક્ટરોને ખોટા ગણાવી રહ્યા છે. પરંતુ માત્રને માત્ર પાટણ શહેરમાં હોસ્પિટલોમાં તપાસ કરતાં મોટા ભાગની હોસ્પિટલોમાં રોજના ત્રણ ચાર દર્દીઓ એડમીટ થતા જોવા મળ્યા છે.
 પાટણની સિવિલમાં પણ આવા દર્દીઓ ઉભરાઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ આટલા મોટા પ્રમાણમાં દર્દીઓ હોવા છતાં
પાટણ નગરપાલિકાના સત્તાધિશો, અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓના
પેટમાંથી પાણી પણ હલતુ નથી અને ક્યાંય પણ દવાનો છંટકાવ પણ કરવામાં આવતો
ન હોવાથી લોકોમાં ભારે આક્રોસ જોવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News