ધાનેરાના ફતેપુરા ગામે કોન્ગો ફિવરને લઇને આરોગ્ય વિભાગ દ્વારા બેઠકો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-21 11:19:26
  • Views : 465
  • Modified Date : 2019-09-21 11:19:26

ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે ધોરણ બીજામાં અભ્યાસ કરતા બાળકને કોન્ગો ફિવર થતાં મોતને ભેટ્યો હતો અને તે બાબતને લઇને તાલુકા આરોગ્ય વિભાગ અને
પશુપાલન વિભાગ દ્વારા બે દિવસથી સતત પશુપાલકો સાથે બેઠકો તેમજ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ શાળાના બાળકોની આરોગ્યની તપાસ પણ કરવામાં આવી રહી છે.
ધાનેરામાં કોંગોના ફિવરથી એક ફુલ જેવા કુમળા બાળકનું મોત થતાં બનાસકાંઠા જિલ્લાનું  આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયુ છે.  છેલ્લાં બે દિવસથી તાલુકા આરોગ્ય અધિકારી ડો. પી.એમ.ચૌધરી તથા તેમની ટીમો સતત
ફતેપુરા ગામના લોકોની મુલાકાત કરી રહ્યા છે. તેમજ આ ગામમાં લોકોના આરોગ્યની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. તેમજ ધાનેરા તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરોને પણ
પોતાના વિસ્તારમાં આ કોન્ગો ફીવર વિશે લોકોને જાણકારી આપીને પશુપાલકો પોતાના
પશુઓમાં જો ઇતરડી દેખાય તો દવાનો છંટકાવ કરવા માટે પણ જાગૃત કરી રહ્યા છે. આ ઘટનાને લઇને સમગ્ર ધાનેરા તાલુકાનું આરોગ્ય તંત્ર દોડતુ થવા પામ્યુ છે.
જિલ્લાના એપેડેમીક ઓફિસર ડો. ગર્ગ
પણ ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે આવ્યા હતા અને તેઓ પણ સતત આ ટીમ સાથે રહ્યા હતા.  ગ્રામજનો સાથે મુલાકાતો કરીને સમજણ આપી હતી. ત્યારે બીજી તરફ પશુપાલન વિભાગ દ્વારા ફતેપુરા ગામમાં તપામ પશુઓને દવાનો છંટકાવ કરાયો હતો. તેમજ પશુપાલકોને આ ઇતરડી મારવાની દવાનો છંટકાવ કેવી રીતે કરવો અને કેટલા દિવસે કરવો અને ક્યા પ્રકારની દવાઓ વાપરવી તે બાબતે ગામની દૂર ડેરી ખાતે સવારે પશુપાલકોને ભેગા કરીને જાણકારી આપવામાં આવી હતી. તેમજ પશુપાલનની ટીમે ગામમાં રખડતા પશુઓને શરીરે પણ દવાનો છંટકાવ કર્યો હતો.

Download Our B K News Today App



Related News