આર્મીની દારૂની બોટલોનું બ્લેકમાં વેચાણ નહી થાય.....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-30 15:59:43
  • Views : 591
  • Modified Date : 2019-05-30 15:59:43

આર્મી કેન્ટીનથી મળનાર દારૂ ગુજરાતમાં ખુબ જ લોપ્રિય છે પરંતુ નવા નિયમનાં લાગુ થયા બાદ અહિંયા લોકોને આર્મીવાળો દારૂ ખરિદવામાં મુશ્કેલીઓ આવી રહી છે. સેનાનાં જવાનો પણ પોતાના કોટાથી 2થી 4 દારૂની બોટલો વેચીને હંમેશા રૂપિયા કમાય છે. જોકે દારૂનું ગેકદાયદે હેરફેર પર રોક લગાવવા માટે સેનાએ પોતાના દારૂના વિતરણ પર પોલીસીમાં બદલાવ કર્યો છે.હાલમાં જ અમદાવાદ પોલીસને એક દરોડા દરમિયાન સેનાના કોટાવાળો દારૂ ખુબ જ માત્રામાં મળી આવ્યો હતો. આ પછી અમદાવાદની કૈંટોમેંટ કેન્ટીનએ પરમિટ હોલ્ડરોને દારૂની બોટલો આપવાના નિયમમાં બદલાવ કર્યો છે. નવા નિયમ અનુસાર, કેન્ટીન એક સમયમાં પરમિટ હોલ્ડરને માત્ર બે બોટલ જ આપશે. માત્ર આટલું જ નહી પરંતુ ડ્યૂટી પર હાજર અધિકારી બોટલ પર સાઇન કરીને સીલ પણ રિમૂવ કરશે. આ સિવાય નવી બોટલ ખરીદવા માટે જૂની બોટલોને વેલિટ સાઇન સાથે પરત કરવી પણ જરૂરી બની રહેશે.આ નિયમ રિટાયર્ડ જવાનો માટે માન્ય નહી રહે. તમને જણાવી દઇએ કે, દરેક મહિને જવાનોને પાંચ યૂનિટ અને રિટાયર્ડ જવાનોને 4 યૂનિટ દારૂ જ મળી રહેશે. જ્યારે નાયબ સૂબેદાર અને અધિકારીઓ માટે કોટા 6 અને 10 યૂનિટ હોય છે.

Download Our B K News Today App



Related News