દેશભરમાં નેશનલ અને સ્ટ્રેટ હાઇવે પર વાહનો રોકવામાં આવી રહ્યા છે, દિલ્હીમાં સાવચેતીના પગલા રૂપે 10 મેટ્રો સ્ટેશન બંધ કરાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-06 12:45:53
  • Views : 243
  • Modified Date : 2021-02-06 12:45:53

    કૃષિ કાયદાનો વિરોધ કરતાં 40 ખેડૂત સંગઠનો આજે સમગ્ર દેશમાં ચક્કાજામ કરી રહ્યા છે. આજે બપોરે 12 વાગ્યાથી શરૂ થયેલો ચક્કાજામ 3 વાગ્યા ચાલશે. આ પહેલાં જ દિલ્હીમાં અસર થઈ શકે તેવા 10 મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા છે. તેમાં મંડી હાઉસ, ITO, દિલ્હી ગેટ, વિશ્વવિદ્યાલય, ખાન માર્કેટ, નહેરુ પ્લેસ, લાલકિલ્લા, જામા મસ્જિદ, જનપથ અને કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશન બંધ છે. અહીં કુલ 285 મેટ્રો સ્ટેશન છે.

    ખેડૂતોએ કહ્યું છે કે પ્રદર્શન શાંતિપૂર્ણ કરવામાં આવશે. બીજી બાજુ, ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું છે કે દિલ્હી-એનસીઆર, યુપી અને ઉત્તરાખંડમાં રસ્તાઓ જામ કરવામાં નહીં આવે. દિલ્હીમાં તો રોજ ચક્કાજામ જેવી સ્થિતિ હોય છે, તેથી ત્યાં જામ કરવાની કોઈ જરૂર નથી. જોકે યુપી અને ઉત્તરાખંડને આ આંદોલનથી અલગ રાખવાનું કારણ વ્યક્ત કરવામાં આવ્યું છે. તેમણે એ વિશે કહ્યું છે કે આ બંને રાજ્યોના ખેડૂતોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે અને તેમને કોઈપણ સમયે બોલાવવામાં આવી શકે છે.

    રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, અન્નદાતાનો શાંતિપૂર્ણ સત્યાગ્રહ દેશહિતમાં છે. આ ત્રણ કાયદા માત્ર ખેડૂતો અને મજૂરો માટે જ નહીં પરંતુ જનતા અને દેશ માટે પણ ઘાતક છે. પૂર્ણ સમર્થન.અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલે કહ્યું કે, કેન્દ્ર સરકારને ગેરસમજ છે કે, કાયદાનો વિરોધ માત્ર પંજાબમાં થઈ રહ્યો છે. દેશના ગરેક ખેડૂતો આ કાયદાના વિરોધમાં છે. તેમ છતાં જો કેન્દ્ર સરકાર આખો બંધ કરીને તેને માત્ર પંજાબનો વિરોધ ગણતા હોય તો તે માટે કઈ થઈ શકે એમ નથી.ચક્કાજામ દરમિયાન ખેડૂતોને દિલ્હીમાં ઘુસતા રોકવા માટે રોડ નંબર 56, NH-24, વિકાસ માર્ગ, જીટી રોડ, જાયરાબાદ રોડ પર પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે. આ વિસ્તારોમાં બેરિકેડ્સ પણ લગાવી દેવામાં આવ્યા છે.દિલ્હીમાં ટીકરી બોર્જર પર પોલીસ આંદોલનકારીઓ પર ડ્રોનથી નજર રાખી રહી છે.જોઈન્ટ સીપી, દિલ્હી પોલીસે જણાવ્યું કે, કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ તૈયાર છે. અંતિસંવેદનશીલ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

    પ્રજાસત્તાક દિવસ પર ટ્રેક્ટર પરેડમાં હિંસા ભડકાવવાનો આરોપી લક્ખા સિધાના ખેડૂતોના દેશવ્યાપી ચક્કાજામ પહેલાં પંજાબથી દિલ્હી પરત ફર્યો છે. શુક્રવારે સાંજે લક્ખા સિંધુ બોર્ડરથી સોશિયલ મીડિયા પર લાઇવ થયો હતો. તેણે કહ્યું હતું કે પંજાબે આ ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરવું જોઈએ. તેણે ખેડૂત નેતાઓને પણ અપીલ કરી છે કે 32 જાટબંધીઓની સમિતિમાંથી કોઈને પણ બાકાત ન કરવામાં આવે.

Download Our B K News Today App



Related News