બનાસકાંઠામાં પાલનપુર ધારાસભ્ય અને એક બિલ્ડર વચ્ચે રકઝક થઈ હોવાના વિડીયો વાયરલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-12 11:46:02
  • Views : 699
  • Modified Date : 2021-05-12 11:46:02

     કોરોના મહામારી મામલે કોંગ્રેસના સીનિયર નેતા અર્જુન મોઢવાડિયા તેમજ કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્યો આજે જિલ્લાની સરકારી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી બાદમાં પાલનપુર સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક નેતાઓ અને અગ્રણીઓ સાથે અર્જુન મોઢવાડીયા પરિસ્થિતિ અંગે ચર્ચા કરી રહ્યા હતા તે દરમિયાન પાલનપુરના જાણીતા બિલ્ડર શૈલેષ જોષીએ ધારાસભ્ય મહેશ પટેલ કોરોના મહામારી દરમિયાન જાહેરમાં દેખાયા જ ન હોવાની રજૂઆત કરી હતી.પોતાના વિરુદ્ધ માં રજુઆત સાંભળતા જ હતી ધારાસભ્ય મહેશભાઇ પટેલ ઉશ્કેરાઇ જતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તેમજ બિલ્ડર જાહેરમાં વિનંતિ કરતો રહ્યો જ્યારે ધારાસભ્ય મહેશ પટેલ પણ તેની સામે જવાબ આપતા હું કંઈ કામ કરતો નથી અને કરવાનો પણ નથી તેવો જવાબ આપી રહ્યા હોવાના વીડિયો વાયરલ થતા આ મુદ્દો ટોક ઓફ ઘી ટાઉન બન્યો છે.

 

Download Our B K News Today App



Related News