ગાંધીનગર તાલુકામાં પડતર અરજીઓનો ઝડપી નિકાલ કરો ઃ ડીડીઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-01 11:33:11
  • Views : 420
  • Modified Date : 2020-07-01 11:33:11

ગ્રામ્ય વિસ્તારના લોકોની લાંબા સમયની પડતર
અરજીઓમાં નિયમોનુસાર ઝડપી કાર્યવાહી કરવા તેમજ ગૌચર અને ગામતળના દબાણો દૂર કરવાની સૂચના જિલ્લા વિકાસ અધિકારી શાલિની દુહાને ગાંધીનગર તાલુકા
પંચાયતની મુલાકાત દરમ્યાન યોજાયેલ સમીક્ષા બેઠકમાં સંબંધિત અધિકારીઓને આપી હતી.
ગાંધીનગર તાલુકા
પંચાયતની મુલાકાત દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી શાલિની દુહાને ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, મિશન મંગલમ યોજના, મનરેગા જેવી ફલેગશીપ યોજનાઓની કામગીરીની માહિતી મેળવી હતી. આ યોજનાઓ લોકાભિમુખ અમલીકરણ કરવા માટે પણ ભારપૂર્વક જણાવ્યું હતું. મનરેગા યોજના અંતર્ગત ચાલતા વનીકરણ કામો અંગેની માહિતી મેળવી હતી. સરકારની મિયાવાકી જંગલ પદ્ધતિથી ચારથી પાંચ જેટલા ગામોમાં વૃક્ષારોપણ કરવામાં આવે તેવી સુચારું આયોજન કરવા પણ જણાવ્યું હતું.
તેમણે આંગવાડીઓ ખરા અર્થમાં નંદઘર બને તે માટે આંગણવાડીમાં ખુટતી સુવિઘાઓ અંગે જરૂરી વિગતો તૈયાર કરી મોકલી આપવા સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીને સૂચના આપી હતી. તાલુકાની પ્રાથમિક શાળાઓમાં જર્જરીત ઓરડાની વિગતો સંકલિત કરીને મોકલી આપવા તાલુકા શિક્ષણાઘિકારીને
ભારપૂર્વક જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિકાસ કામો ટકાઉ અને ગુણવત્તાયુક્ત બને તથા સ્થળની મુલાકાત કર્યા બાદ જે તે વિકાસના કામની તાંત્રિક મંજૂરી આપવામાં આવે તેની ખાસ તકેદારી રાખવા માટે પણ અધિક મદદનીશ ઇજનેરને સૂચના આપી હતી. તેની સાથે ગ્રામ્ય વિસ્તારના લોકોની લાંબા સમયની પડતર અરજીઓ સંદર્ભે નિયમોનુસાર ઝડપી કાર્યવાહી કરવા ભારપૂર્વક જણાવ્યું છે. તેમણે ગૌચર અને ગામતળના દબાણો સંદર્ભે જરૂરી વિગતોની ચકાસણી કરી જો દબાણ માલૂમ પડે તો દબાણ દૂર કરવા વિસ્તરણ અધિકારીને સૂચના આપી છે. તાલુકા
પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓને લોકોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી
પહોંચે તે અંગે સૌ કર્મચારીઓને નિયમથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા અપીલ કરી છે.

Download Our B K News Today App



Related News