બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને પાંથાવાડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી ભરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-15 12:45:51
  • Views : 3229
  • Modified Date : 2022-07-15 12:45:51


બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું હતું જેમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને પાંથાવાડા તાલુકા સહિત આજુબાજુના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા હતા.


બનાસકાંઠા જિલ્લાના લોકો છેલ્લા ઘણા સમયથી વરસાદની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા ગત વર્ષે પડેલા નહિવત વરસાદના કારણે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ હતી ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની સરહદને અડીને આવેલા ગામોમાં નહિવત વરસાદના કારણે મોટી પાણીની તંગી સર્જાઈ હતી ત્યારે આ વખતે સારો વરસાદ થાય તેવી બનાસકાંઠા જિલ્લા વાસીઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ થઈ ચૂક્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં અત્યારે સૌથી વધુ જિલ્લા મથક પાલનપુરમાં 15 ઇંચ થી પણ વધુ વરસાદ થઈ ચૂક્યો છે તે સિવાય પણ અનેક તાલુકાઓમાં સારો એવો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને પાંથાવાડા તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો વરસાદ શરૂ થતાની સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા ખાસ કરીને ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. તો આ તરફ ધાનેરાના ખીમત, બાપલા વક્તાપુરા પાંથાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ શરૂ થતા તમામ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદના પાણીના કારણે વાહન ચાલકો પણ રસ્તા પર પસાર થતા ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતા ની સાથે જ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે


Download Our B K News Today App



Related News