અરવલ્લીઃ માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-30 18:39:04
  • Views : 68
  • Modified Date : 2024-06-30 18:39:04

અરવલ્લી જિલ્લામાં રવિવારે વરસાદી માહોલ જામ્યો હતો. અરવલ્લીના માલપુર, ભિલોડા અને ધનસુરા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. માલપુર અને ધનસુરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે સ્થાનિક લોકોમાં આનંદ છવાયો હતો અને ખેડૂતોને પણ વરસાદને પગલે રાહત સર્જાઈ હતી.માલપુરના સજ્જનપુરા, ગોવિંદપુર કંપા અને વણઝારીયા પંથકમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે ધનસુરાના મુખ્ય બજારમાં વરસાદી પાણી ઢીંચણ સમાન ભરાઈ જવા પામ્યા હતા. ધનસુરાના શીકા, ધામણીયા અને અદલાપુર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ભિલોડાના નવા ભવનાથ, ખલવાડ, માંકરોડા અને લીલછા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

Download Our B K News Today App



Related News