અરવલ્લીઃ મોડાસાના રાણા સૈયદ વિસ્તારમાં પોલીસ કોમ્બિંગ, 100 પશુઓને બચાવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-14 18:37:08
  • Views : 65
  • Modified Date : 2024-06-14 18:37:08

મોડાસાના રાણા સૈયદ વિસ્તારમાં સ્થાનિક શહેર પોલીસ અને LCB, SOG સહિતની ટીમો દ્વારા કતલખાનાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે કોમ્બિંગ કરીને મૂંગા પશુઓને બચાવી લેવા માટે પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસે લગભગ 100 જેટલા પશુઓને કતલખાનાઓમાં જતા બચાવી લેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા મોડી રાત્રી દરમિયાન દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.રાત્રી દરમિયાન પોલીસને મળેલી વિગતોને લઈ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન રાણા સૈયદ વિસ્તારમાંથી પશુઓ મળી આવવાને લઈ તેમને મુક્ત કરાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ પશુઓને મોડાસા શહેરમાં આવેલા ચાર રસ્તા ટાઉન હોલ ખાતે લવાયા હતા અને તેમને સુરક્ષિત સ્થળે મોકલવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News