અરવલ્લીઃ માલપુર નજીક પાઈપલાઈનમાં ભંગાણ, પાણીનો વેડફાટ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-01 14:49:36
  • Views : 98
  • Modified Date : 2024-03-01 14:49:36

અરવલ્લી જિલ્લાના માલપુર વિસ્તારમાં ફરી એકવાર પાણીનો વેડફાટ નજર આવ્યો છે. માલપુર વિસ્તારમાં ગોધરા હાઇવે વિસ્તારમાં પસાર થતી પાણી પુરવઠા યોજનાની પાઈપલાઈનમાં થી પાણીનો વ્યય થતો હોવાનું સામે આવ્યુ છે. પાઈપલાઈનમાં ભંગાણ થતા મોટું લીકેજ થયુ છે. જેને લઈ મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થઈ રહ્યો છે. જિલ્લાના જળાશયોમાં એક તરફ પાણીનો જથ્થો મર્યાદીત છે. જેને લઈ સ્થાનિકો અને ખેડૂતો પાણીનો ઉપયોગ કરકસર સાથે કરી રહ્યા છે. આવામાં SK-3 યોજનાની પાઇપલાઈનમાં લીકેજને લઈ પાણીનો વેડફાટ મોટા પ્રમાણમાં થઇ રહ્યો છે. સ્થાનિકો દ્વારા પાણીના વેડફાટને અટકાવવા માટે આ માટે પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરી છે. લીકેજનું સમારકામ ત્વરીત હાથ ધરીને વેડફાટ અટકાવવા માટે માંગ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News