અરવલ્લી એલસીબીની ટીમે વોન્ટેડ બુટલેગરને ઝડપી લીધો, જે ગુજરાતમાં મોટા પાયે દારુ ઘુસાડવાના ગુનાઓમાં સંડોવાયેલો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-05 17:54:59
  • Views : 70
  • Modified Date : 2024-03-05 17:54:59

અરવલ્લી પોલીસે રાજસ્થાનના બીંછીવાડાથી એક બુટલેગરને ઝડપી લીધો છે. એલસીબીની ટીમે સતત કેટલાક દિવસોથી નજર રાખવા બાદ બાતમી મળવાને લઈ પોલીસે આરોપી માનસિંહ ડામોરને ઝડપી લીધો છે. એલસીબીની ટીમે બાતમી આધારે એક હોટલ પાસે પહોંચી જતા આરોપી જ્યાંથી ઝડપાઈ આવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી માનસિંહ ડામોર વોન્ટેડ હતો અને તેને અરવલ્લી પોલીસ શોધી રહી હતી.લીસ્ટેડ બુટલેગર માનસિંહ અરવલ્લી જિલ્લાના મોડાસા રુરલ, ટીંટોઇ અને ધનસુરા સહિતના પોલીસ મથકોમાં 11 જેટલા પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલો હતો. આ સિવાય પણ રાજ્યમાં દારુ ઘુસાડવાને લઈ ગુનાઓ નોધાયેલા છે. જેને લઈ હવે એલસીબી PI કેડી ગોહિલ અને તેમની ટીમે આરોપી માનસિંહેને ઝડપી લઈને તપાસ શરુ કરી છે.

Download Our B K News Today App



Related News