અરવલ્લીઃ માલપુર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-07-08 17:05:36
  • Views : 91
  • Modified Date : 2024-07-08 17:05:36

અરવલ્લી જિલ્લાના માલપુરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. માલપુર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈ રાહત સર્જાઇ હતી. માલપુર નગરના રસ્તાઓ પર વરસાદી પાણીની નદીઓ વહેવા જેવા દૃશ્યો સર્જાયા હતા.માલપુર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સોમવારે સવારે વરસાદ વરસ્યો હતો. મોરડુંગરી, ભેમપુર, રુઘનાથપુર, અંબાવા, કોયલીયા અને સોનિકપુર વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ ખેડૂતોને મોટી રાહત સર્જાઈ હતી.

Download Our B K News Today App



Related News