અરવલ્લીઃ લગ્નના વરઘોડામાં મહિલાઓ પર હુમલો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-04 16:52:21
  • Views : 86
  • Modified Date : 2024-02-04 16:52:21

બાયડ તાલુકાના રણેચી ગામે લગ્નની મજામાં ભંગ સર્જાયો હતો. લગ્નના વરઘોડા દરમિયાન અગમ્યકારણોને લઈ બબાલ સર્જાઈ હતી. ઘર્ષણ એટલે સુધી વધ્યુ કે વાત મારામારી સુધી પહોંચી ગઇ હતી. વરઘોડામાં રહેલી કેટલીક મહિલાઓને ખેંચીને નજીકના ખેતરમાં લઈ જઇને માર મારવામાં આવ્યો હતો અને પહેરેલ દાગીના પણ લૂંટી લેવાયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.ઘટનામાં ચારેક મહિલાઓને માર મારતા ઇજાઓ પહોંચી હોવાના સમાચાર છે. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, તેમના સોના ચાંદીના ઘરેણે અને મંગળસૂત્ર પણ લૂંટી લેવાયા હતા. ઘટનાને લઈ સ્થાનિક બાયડ પોલીસને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટનાની પ્રાથમિક તપાસ શરુ કરીને ઘર્ષણનું કારણ જાણવા અને હુમલાખોરો અંગે તપાસ શરુ કરી હતી.

Download Our B K News Today App



Related News