અરવલ્લી: એસટી અને ખાનગી બસ અકસ્માતની ઘટનામાં 42 લોકોને ઈજાઓ પહોંચી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-01 16:40:04
  • Views : 66
  • Modified Date : 2024-06-01 16:40:04

 અરવલ્લીના મોડાસાથી માલપુર સ્ટેટ હાઈવે પર સાકરીયા નજીક એસટી અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં સ્થળ પર જ બે લોકોના અને એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનામાં 42 લોકોને ઈજાઓ પહોંચી છે. જેમને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઈજગ્રસ્તોને બંને બસના પતરા બુલડોઝરથી તોડીને બહાર નિકાળવામાં આવ્યા હતા. જેથી ઝડપથી સારવાર માટે મોકલી શકાય. વધુ ગંભીર 12 મુસાફરોને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઘટનાને પગલે સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. જેઓએ ઘટનામાં ઘાયલોને તુરતજ સારવાર અર્થે ખસેડ્યા હતા. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં અકસ્માત કેવી રીતે સર્જાયોએ દ્રશ્યો પણ જોઈ શકાય છે. ઘટનાને પગલે સ્થાનિક ડીવાયએસપી સહિત નિવાસી અધિક ક્લેકટર સહિતના અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.

Download Our B K News Today App



Related News