જનસેવા કેન્દ્રોમાં અરજીઓનો 7 દિવસની જગ્યાએ હવે બીજા જ દિવસે નિકાલ કરાશે : કલેક્ટર સાગલે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-03 12:02:51
  • Views : 846
  • Modified Date : 2020-10-03 12:02:51

    અમદાવાદમાં મેટ્રો અને બુલેટ ટ્રેનના કામમાં વિલંબ થઇ રહ્યો છે. તેને દૂર કરવા નવનિયુક્ત કલેક્ટર સંદીપ સાગલેએ આ વર્ષે મેટ્રો અને બુલેટ ટ્રેનના કામોને આગળ ધપાવવા સંબંધિત અરજદારો વહેલીતકે જમીન સંપાદન કરે તે માટે જરૂર પડે સ્થળ પર જઇને સમજાવાની તૈયારી દર્શાવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી રોજબરોજ પ્રશ્નોની ચર્ચા કરી ઉકેલ લાવશે. કલેક્ટરે ચૂંટણીઓની શરૂઆત થઇ ગઇ હોવાના પણ સંકેત આપ્યા છે.

શહેર અને જિલ્લાની મામલતદાર કચેરી, ચાવડી અને જનસેવા કેન્દ્રોમાં અત્યારે એક દિવસના બદલે સાત દિવસે અરજીઓનો નિકાલ થાય છે, જેથી અરજીઓના બીજા દિવસે જ નિકાલ થાય તે માટે પ્રાંતોને પણ સૂચના અપાઇ છે. આ પછી પણ અરજીઓનો નિકાલ કરવામાં વિલંબ થશે તો કલેક્ટર ઓચિંતી મુલાકાત લઇ નોટિસ પાઠ‌વશે. કોરોનાની મહામારીમાં ફરિયાદો મળશે તો કલેક્ટર જિલ્લા ટીમ મારફત ક્રોસ ચેકિંગ કરાવશે.

કોરોનાની મહામારીમાં બનાસકાંઠા જિલ્લામાં તત્કાલીન કલેકટર સંદીપ સાગલે રાત-દિવસ ફિલ્ડ વર્ક કરી અધિકારીઓને અચંબામાં નાંખી દીધા હતાં. એક સમય તેમનાં વૃદ્ધ માપા-પિતા પણ ડરી ગયાં હતાં. પરિવારજનોની ચિંતા છોડી પ્રજાના કામમાં પરોવાયેલા રહ્યા હતાં.

જિલ્લા કલેકટરે કહ્યું કે, રાષ્ટ્રીયહિતના તમામ પ્રોજેકટને મહત્ત્વ અપાશે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચની સૂચના મુજબ કોવિડ-19ની સ્થિતિ મુજબ ચૂંટણીઓની તૈયારીઓ કરાશે. જિલ્લામાં ઉદ્યોગો વેગવંતા બને તે માટે ઉદ્યોગ માલિકોના પ્રશ્નોનો હશે તો ત્વરિત ઉકેલ લાવવા પ્રયાસ કરાશે.

જમીનના કેસોમાં નવા કાયદાનો અમલ કરાશે
જમીનના કેસોમાં સરકારે નવો કાયદો અમલી કર્યો છે. સરકારનો સત્તાવાર પરિપત્ર જાહેર થશે પછી જિલ્લામાં અમલવારી કરાશે. ખોટા દસ્તાવેજો, જમીન પચાવનાર અને ગેરકાયદે દબાણ કરનાર સામે સખત કાર્યવાહી કરાશે.

પાક નુકસાનીનો સરવે સબમિટ કરી દીધો છે
જિલ્લામાં પાક નુકસાની માટે 91 હજાર હેકટર જમીનમાં સરવે હાથ ધરાયો હતો. આ રિપોર્ટ જિલ્લા કલેકટર કક્ષાએ સબમિટ કરાયો હતો. જે ગાંધીનગર મોકલી અપાયો છે. ખેડૂતોને ઝડપથી સહાય મળે તેવો પ્રયાસ કરાશે. ખેડૂતોને કોઇ પ્રશ્નો હોય તો મારી સમક્ષ રજૂઆત કરી શકે છે.

Download Our B K News Today App



Related News