ડીસામાં કારીયાણા મરચન્ટ એસોસિએશન દ્વારા નાયબ કલેકટર ને પાઠવ્યું આવેદનપત્ર...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-24 12:15:36
  • Views : 261
  • Modified Date : 2022-07-24 12:15:36

 

ખાદ્ય વસ્તુઓમાં જી એસ ટી નાબુદ કરવા કરાઈ રજુઆત...

 

સરકાર દ્વારા લોકોને રોજિંદી  ખાદ્ય ચીજ વસ્તુઓમાં જી એસ ટી લાગુ કરતા ગરીબ તેમજ મધ્યમ વર્ગ ના લોકોને મોંઘવારી વચ્ચે વધારાનો બોજો આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.જેથી સરકારે કરેલ ખાદ્ય ચીજવસ્તુઓ માં જી એસ ટી લાગુ તેને હટાવવા સમગ્ર ગુજરાતમાં વેપારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે.ત્યારે આજે ડીસા ખાતે કરિયાણા મરચન્ટ એસોસિએશન દ્વારા નાયબ કલેકટર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી...

 

દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે.જેના કારણે ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો મુશ્કેલીમાં મુકાયા છે.તો ત્યારે જી એસ ટી કાઉન્સલર દ્વારા રોજિંદી ખાદ્ય ચીજવસ્તુઓમાં જી એસ ટી લાગુ કરતા સમગ્ર ગુજરાતમાં વેપારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે.જી એસ ટી કાઉન્સલર દ્વારા ગોળ પ્લેન પેકિંગમાં આવે છે.તે ગાય તેમજ દુધાળા ઢોર ના ચારામા નખાય છે.તેમજ દાળ, આટા, ચોખા જેવી ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો રોજેરોજ ઉપયોગી લેતા ખાદ્ય  ચીજવસ્તુઓમાં જી એસ ટી લાગુ કરતા આ તમામ લોકો મોંઘવારી વચ્ચે જી એસ ટી કાઉન્સલર દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓ માં જી એસ ટી લાગુ કરતા આ તમામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જેથી આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા માં કારીયાણા મરચન્ટ એસોસિએશન વેપારીઓ દ્વારા  જી એસ ટી કાઉન્સલર તેમજ કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય ને જી એસ ટી દૂર કરવા આજે ડીસા નાયબ કલેકટર ને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.અને જો આ રજુઆત ને ધ્યાને નહીં લેવાય તો ઓલ ઇન્ડિયા એસોસિએશન નિર્ણય સાથે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચારી હતી....

Download Our B K News Today App



Related News