ડીસાના માલગઢ ગ્રામજનો દ્વારા નવીન રોડ બનાવવા માટે આવેદનપત્ર અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-07 13:35:53
  • Views : 250
  • Modified Date : 2021-08-07 13:35:53

     ડીસા તાલુકાના માલગઢ ગામના મેઘલીના પીઠાવાળા અને ઢેકુડી વિસ્તારના ખેત વિસ્તારોમાં માર્ગ આજુબાજુના દબાણોના કારણે રસ્તાઓ સાંકડા થઇ ગયેલ છે અને દર વર્ષે વરસાદી પાણી ભરાવાથી રસ્તો બંધ થઇ જતાં આ માર્ગ પરથી અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓ સર્જાઈ છે. તે માટે નવીન રોડ બનાવવા માટે માલગઢ ગ્રામજનો દ્વારા સરકારમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.છેલ્લા કેટલાય સમયથી ગુજરાત સરકાર  દ્વારા ગ્રામીણ વિસ્તારના વિકાસના કામોને કરવામાં આવી રહ્યા છે ત્યારે વિકાસશીલ માલગઢ ગામમાં ઢેકુડી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોના કારણે રસ્તાઓ સાંકડા બની ગયા હોવાથી દર વર્ષે ચોમાસુ આવતાની સાથે જ સાંકડા રસ્તામાં વરસાદી પાણી ભરાતા ખેતરોમાં રહેતા ખેડૂતો અને ગ્રામજનોને પોતાના ઘર તરફ જવા આવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે માલગઢ ગામના ઢેકુડી વિસ્તારના સ્થાનિક રહીશો સાથે મળીને ડીસા નાયબ કલેકટર, તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, માલગઢ સરપંચ, કુપટ સરપંચને આવેદનપત્ર આપી દબાણો દૂર કરી રસ્તો પહોળો કરાવી નવીન રોડ બનાવવા માટેની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News