ડીસાના ગૌસ્વામી સમાજ યુવા મંડળ દ્વારા પાઠવ્યું આવેદનપત્ર....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-19 11:05:53
  • Views : 286
  • Modified Date : 2022-06-19 11:05:53

 

ડીસા મામલદાર ને આવેદનપત્ર  પાઠવી ઉગ્ર રજુઆત કરાઈ...

 

રાજ્યમાં તાજેતરમાં ગુનાહિત ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે ગિરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જત્રાખડી ગામે ગૌસ્વામી સમાજની 8 વર્ષની બાળકીને તેજ ગામના શામજી ભીમા સોલંકી નામના શખ્સે બાળકીને ઘરમાં બોલાવીને દુષ્કર્મ આચાર્ય બાદ બાળકીને કરણપીટ હત્યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી છે.ત્યારે બાળકીના પિતા એ નોંધાવેલા ફરિયાદના પગલે પોલીસે આરોપી શામજી ભીમા સોલંકી સામે હત્યા તેમજ દુષ્કર્મ નો ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધેકેલી દેવામાં આવ્યો છે ત્યારે આ ઘટના પગલે ગુજરાતમાં વસતા ગૌસ્વામી સમાજના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વસતા ગૌસ્વામી સમાજના લોકોએ ભારે આક્રોશ સાથે આરોપીને ફાંસી ની સજા આપવાની માંગ સાથે વિવિધ આવેદનપત્ર આપીને માંગ કરી રહ્યા છે.ત્યારે ડીસામાં વસતા ગૌસ્વામી સમાજ યુવા મંડળ દ્વારા આજે ડીસા માલતદાર ને આવેદનપત્ર આપીને કડક સજા થાય તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.

Download Our B K News Today App



Related News