શ્રાવણ માસને લઇને વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા અપાયું આવેદનપત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-07 13:38:35
  • Views : 315
  • Modified Date : 2021-08-07 13:38:35

     શ્રાવણ મહિનાની શરૂઆત થવાની છે ત્યારે ધાનેરા વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા ધાનેરામાં માંસાહારીની દુકાનો ચલાવતા તેમજ પશુઓની કતલ કરતા લોકો સામે કાર્યવાહી કરવા માટે ધાનેરા પ્રાંત અધિકારી તેમજ નગરપાલિકા પ્રમુખને આવેદન પત્ર આપવામાં આવ્યંુ હતંુ. જેથી પાલિકા પ્રમુખ કિરણબેન સોની દ્વારા નગરપાલિકાના કર્મચારીઓ તેમજ ચિફઓફિસર સાથે આ બાબતે તાત્કાલિક બેઠક કરી હતી અને ધાનેરામાં ગેરકાયદેસર ચાલતા માંસાહારીની દુકાનો તેમજ પશુઓની કતલ કરતા લોકોની દુકાનોની તપાસ કરીને તેમની સામે કાર્યવાહી કરવા માટે આદેશ કર્યા હતા પરંતુ કર્મચારીઓ ગલ્લા તલ્લા કરતાં પાલિકા પ્રમુખ ખુદ પોતે પોતાના મહીલા સભ્યો સાથે આ દુકાનો ઉપર પહોંચી જતાં પાલિકાના કર્મચારીઓ પણ પાછળ દોડયા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.

જેમાં એક દુકાનમાંથી માંસ મળી આવતા તે કબ્જે લેવાયુ હતુ અને દુકાનને સીલ કરવામાં આવી હતી. જેથી અન્ય દુકાનદારો ફટાફટ પોતાની દુકાનો બંધ કરીને ભાગી ગયા હતા. પાલિકા દ્વારા આ તમામ લોકોને મટન ન વેચવા તેમજ પસુઓની કતલ ન કરવા માટે ચેતવણી આપવામાં આવી હતી અને જાે આવુ કામ કરતા પકડાશે તો તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે તેવુ જણાવ્યંુ હતું.

 

Download Our B K News Today App



Related News