ડીસામાં ખેડૂતોએ ભૂખ હડતાલની ચીમકી આપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-10 12:15:27
  • Views : 353
  • Modified Date : 2021-07-10 12:15:27

બનાસકાંઠાના ડીસામાં શુક્રવારે બટાકાની ખેતી કરતા ખેડૂતોએ નાયબ કલેક્ટર તેમજ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. બટાકાનો સંગ્રહ કરતા કોલ્ડ સ્ટોરેજના લોન ખાતા એન.પી.એ થતા બેંક દ્વારા કબજાે લેવામાં ન આવે તેવી માગણી સાથે ખેડૂતોએ ડીસા નાયબ કલેકટર તેમજ        ડીસા માલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. છતાં જાે બેંકો દ્વારા જાેહુકમી કરવામાં આવશે તો ખેડૂતો ભૂખ હડતાળ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

     બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બટાકામાં વારંવાર મંદીના કારણે અનેક ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન થયું છે. તેમાંથી કોલ્ડ સ્ટોરેજના માલિકો પણ બાકાત રહ્યા નથી. આ કોલ્ડ સ્ટોરેજ માલિકોના લોન ખાતા એન.પી.એ થતા બેંકો દ્વારા હવે કોલ સ્ટોરેજનો કબજાે લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ આ વર્ષે બટાકાનું મબલખ ઉત્પાદન થતા મોટા ભાગના કોલ્ડ સ્ટોરેજ હાઉસ ફૂલ થઈ ગયા છે. જ્યારે બીજી તરફ જે સ્ટોરમાં બટાટા મૂકવામાં આવ્યા છે. એવા પણ કેટલાકને બેંક દ્વારા સીલ મારવા તેમજ કબજાે  લેવાની કાર્યવાહી  કરવામાં આવશે તેવી માહિતી મળતા સ્ટોરેજમાં જે ખેડૂતોના બટાટા પડ્યા છે તેવા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. એક તરફ વારંવાર મંદીને કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયું છે. તો બીજી તરફ હવે સ્ટોરેજમાં બટાટા પડ્યા હોય અને બેંક દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો ખેડૂતોને પડતા પર પાટુ જેવો ઘાટ થાય તેવી સ્થિતિ સર્જાશે. વળી અત્યારે ગરમીની સિઝનમાં અને જાે બટાટા એક સ્ટોરમાંથી બીજા સ્ટોરમાં ટ્રાન્સફર કરવામાં આવે તો પણ બટાટા બગડી જવાની સંભાવના વધી જાય છે. તેવામાં એન પી એ થયેલા સ્ટોર માલિકોને રાહત આપવામાં આવે અને નવેમ્બર અને ડિસેમ્બર મહિના સુધી તેમની સામે કાર્યવાહી અટકાવવામાં આવે તેવી માંગ સાથે શુક્રવારે ખેડૂતોએ ડીસા નાયબ કલેકટર તેમજ ડીસા મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું અને જાે તેમ છતાં પણ બેંક દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

Download Our B K News Today App



Related News