પાલનપુર હેડ ક્વાર્ટર ખાતે ગ્રામ રક્ષક દળની ભરતી માટે અરજદારોની ધક્કામુક્કી : 600ની ભરતી માટે હજારો યુવાનો ઉમટી પડતા અવ્યવસ્થા સર્જાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-28 12:42:23
  • Views : 170
  • Modified Date : 2021-11-28 12:42:23

 

બનાસકાંઠા સહિત ગુજરાતમાં બેરોજગારી કેટલી હદે વકરી છે તેનો આજે વધુ એક પુરાવો બનાસકાંઠાના પાલનપુરમાં જોવા મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં 600 જીઆરડી જવાનોની ભરતી પ્રક્રિયા નું આયોજન કરાયું હતું. પાલનપુર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ભરતી પ્રક્રિયા માટે અરજદારો ઉમટી પડ્યા હતા. જીઆરડી જવાન ની ભરતી માટે શારીરિક કસોટી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બનાસકાંઠા જિલ્લામાંથી હજારો અરજદારો આજે પાલનપુર હેડ ક્વાર્ટર ખાતે પહોંચ્યા હતા. જોકે 600 જવાનો ની જગ્યા ની સામે હજારો અરજદારો ઉમટી પડતા અવ્યવસ્થા સર્જાતાં ધક્કામુક્કી સર્જાઇ હતી, હાજર રહેલા પોલીસ કર્મચારીઓએ દંડા વડે ધક્કામુક્કી કરતા અરજદારોને ડરાવી શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એક સાથે હજારો ઉમટી પડતાં ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી, ઉલ્લેખનીય છે કે જે લોકો ભવિષ્યમાં લોકોના રક્ષક બનવાના છે તે લોકોએ   નથી તો કોરોના ગાઈડલાઈન નું પાલન કર્યું કે નથી તો શિસ્ત નું પાલન કર્યું.

Download Our B K News Today App



Related News