લાખણી માર્કેટયાર્ડમાં સોસિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખી માલની ખરીદી ચાલુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-20 18:02:08
  • Views : 402
  • Modified Date : 2020-04-20 18:02:08

રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ આજે લાખણી માર્કેટયાર્ડમાં સોસિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખી માલની ખરીદી ચાલુ કરવામાં આવી હતી અને વિવિધ ટ્રસ્ટ દ્વારા સેવાકીય કર્યો પણ કરવામાં આવ્યા હતા

 

કોરોના મહામારી અટકાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 24 માર્ચના દિવસે દેશ અને રાજ્યને સંપૂર્ણ લોક ડાઉન કરી દેવામાં આવ્યો હતો ત્યારે આજે 27 દિવસ બાદ રાજ્ય સરકારે અમુક નિયમોને ધ્યાનમાં રાખી રાજ્યના માર્કેટયાર્ડ ચાલુ કરવાનો આદેશ કરતા આજે લાખણી માર્કેટ યાર્ડ ચાલુ કરવામાં આવ્યું છે.રાજ્યમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અછત ઊભી ના થાય અને ખેડૂતોએ પકવેલા પાકનું વેચાણ થાય એવા હેતુથી માર્કેટયાર્ડ ચાલુ કરવામાં આવ્યા છે. માર્કેટ યાર્ડમાં સોશ્યલ ડિસ્ટન્સનું પૂરું ધ્યાન રાખવું અને સવારમાં નવ વાગ્યા પછી ખેડૂતોને માર્કેટ યાર્ડમાં પ્રવેશ ન આપવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે.બનાસકાંઠાના લાખણી માર્કેટ યાર્ડમાં પહેલા દિવસે 650 બોરીની આવક થઈ હોવાનું ચેરમેન બાબુભાઈ પાનકુટાએ જણાવ્યું હતું.


Download Our B K News Today App



Related News