મેમદપુરમાં તંત્રના જવાબદાર સરકારી બાબુઓ દ્વારા જ દલિત સમાજના પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કરીને અપમાનિત કરાઇ રહ્યું છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-08 11:11:57
  • Views : 640
  • Modified Date : 2019-07-08 11:11:57

અતિ પછાત જાતિમાં આવતા "રાવત" સમાજને
અપમાનિત કરતા બોર્ડને તાત્કાલિક હટાવીને જાહેર માર્ગ ઉપર અપમાનિત બોર્ડ લગાવનાર કસુરવાર સામે કાયદાકીય પગલાં લેવાય તેવું દલિત સમાજમાંથી માંગ ઉઠવા પામી છે.
તાજેતરમાં જ જીપીએસસી દ્વારા લેવાયેલ પોલીસ
ઇન્સ્પેક્ટરની પરિક્ષાના પ્રશ્નપત્રમાં "ગુરુ બ્રાહ્મણ" સમાજના લોકો માટે સરકાર દ્વારા પ્રતિબંધ મુકેલ શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નપત્ર નિકાળનાર સરકારી અધિકારી દ્વારા ગુરુ બ્રાહ્મણ સમાજના લોકોને અપમાનિત કરાતાં સમગ્ર ગુજરાતમાં વસવાટ કરતા ગુરુ બ્રાહ્મણ સમાજના લોકોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતાં અને ઠેરઠેર આવેદનપત્ર આપીને કસુરવાર સામે પગલાં ભરવા માંગ કરાઇ હતી. ત્યારે વડગામના મેમદપુરમાં દલિત સમાજમાં આવતા "રાવત" સમાજ માટે પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કરીને
અપમાનિત થાય તેવું બોર્ડ જાહેરમાં સરકારી બાબુઓ દ્વારા  લગાવાયું છે. ત્યારે સરકારી બાબુઓ દલિત સમાજની લાગણીને ઠેસ
પહોંચે તેવા શબ્દનો ઉપયોગ કરીને શું  સિધ્ધ કરવા માંગે છે.? શું સરકારી બાબુઓને જ દલિતોના પ્રતિબંધિત શબ્દનો ખ્યાલ નથી ? કે. પછી  આ સરકારી બાબુઓ જ લોકોને ભડકાવવા પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કરીને લોકોને ઉશ્કેરવાના પ્રયાસ થઇ રહ્યા હોવાની ચર્ચાઓ લોકોમાં થઇ રહી છે. ત્યારે સદભાવના અને સમરસતા કેળવવાની વાતો કરતી સરકાર અને સરકારના પદાધિકારીઓ આ બાબતે ગંભીરતા લઇને જાહેરમાં "દલિત" સમાજને અપમાનિત કરતા બોર્ડ લગાવનાર કસુરવારો સામે કાયદાકીય
પગલાં લઇને દલિત સમાજને જાહેરમાં અપમાનિત કરાય તો શું થાય તે બાબતનું ભાન કરાવાય તેવી દલિત સમાજમાંથી માંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News