વાસણા ગોળીયામાં યુવકના અપહરણ કેસમાં સાત સામે ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-20 11:22:20
  • Views : 645
  • Modified Date : 2019-07-20 11:22:20

ડીસા તાલુકાના વાસણા ગોળીયા ગામે તેના ઘરેથી મારામારી કરી ઉપાડી જવાનો પ્રયાસ કરનાર ૭ લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી.
ડીસા તાલુકાના
વાસણા-ગોળીયા ગામના
પ્રશાંતકુમાર રમેશભાઈ માળી નામના યુવકેને રમુણ ગામની મંજુબેન ચોધરી સાથે પ્રેમ થતા તેઓએ તા.૩૦/૦૪/૨૦૧૯ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા અને તેઓ વાસાણા-ગોળીયા ગામે
પરિવાર સાથે રહેતા હતા.જયારે ગતરોજ એક સ્વીફ્‌ટ કાર નંબર  જી. જે-૦૪-સી.એ.-૧૧૧૦ અને મહેન્દ્ર કેમ્પર આમ બે ગાડીઓમાં ધોકા અને પાઈપો સાથે સાત જેટલા લોકો ફરિયાદીના ઘરે આવેલ અને ફરિયાદીએ તેના નિવેદનમાં જણાવ્યા મુજબ પ્રથમ ફરિયાદીના માતા ગાડીમાંથી ઉતરી તેમની જ આ દીકરી છે તેવી ખરાઈ કરેલ ને ત્યારબાદ બાકીના લોકો મળી પરણીતાને બળજબરીપૂર્વક માથાના ભાગેથી પકડી ગાડીમાં નાખતા પરણીતાએ બૂમાબૂમ કરતા
પરણીતાના સાસરીયાઓ ભેગા આવી જતા, ગાડીમાં આવેલા સાતે લોકો એક સંપ થઇ
પરણીતાના પરિવારજનોને લાકડી,ધોકા અને પાઈપ વડે આડેધડ માર મારવા લાગ્યા હતા. જેમાં ૪થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. ત્યારે આસપાસનાં લોકો દોડી આવતા હુમલો કરનાર ગાડી મૂકી નાશી છૂટ્યા હતા.
પરણીતા મોકો જોઈ ગાડીમાંથી બહાર નીકળી પોતાના ઘરે આવી ગઈ હતી અને પરણીતા સહિત ૪ જેટલા લોકોને ઈજાઓ થતા તેઓને ડીસા સિવિલ ખાતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યતા હતા. ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી આવી ઘટનાનો તાગ મેળવી સાત ઇસમો વિરૂધ્ધ આઈ.પી.સી.કલમ તેમજ જી.પી.એ. કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News