દિયોદરના ચમનપુરાના ખેડૂતનું અપહરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-01 10:54:19
  • Views : 482
  • Modified Date : 2019-07-01 10:54:19

જિલ્લામાં છેલ્લાં કેટલાક સમયથી વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે અને કુંડા સામુહિક હત્યા કાંડ,અને પાલડીના ખેતરના ભાગીયાએ વ્યાજ ન ચૂકવી શકતા વખ ઘોળીને આત્મહત્યાનો પ્રયાસને હજુ શાહી સુકાઈ નથી ત્યારે  દિયોદર તાલુકાના ચમનપુરામાં રૂ.૨.૩૦ લાખનું બે વર્ષનું રૂ.૨૧ લાખ વ્યાજ ગણીને ખેડૂતનું અપહરણ કરી માર માર્યાની ગામના જ ૪ વ્યક્તિઓ સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
ફરિયાદની વિગત મુજબ દિયોદર તાલુકાના ચમનપુરાના ઈશ્વરભાઈ જેસુંગભાઈ પટેલે ગામના જ પેથાભાઈ બળવંતભાઈ પટેલે પાસે
પોતાની માલિકનું ૧૦ વીઘા ખેતર રૂ.૨.૩૦ લાખમાં બે વર્ષની મુદ્દતે આંકડે આપ્યું હતું. અખાત્રીજના રોજ બે વર્ષની મુદત પૂર્ણ થતાં પેથાભાઈને જમીનનો કબજો ખાલી કરવા કહેતા તેમણે રૂ.૨૧ લાખ માંગુ છું અને તે ભર્યા સિવાય જમીનનો કબજો લેવા આવતા નહિ તેવું કહ્યાનો આરોપ કર્યો છે. ફરિયાદીએ તે જમીનમાં મહિના અગાઉ કપાસનું વાવેતર કર્યું હતું જે પેથાભાઈના દીકરા અશોકભાઈએ ટ્રેક્ટર વડે ખેડી નાખ્યું હતું. જે બાદ ફરીથી કપાસનું વાવેતર ફરિયાદીએ કર્યું હતું.ગતરોજ ડેરીએ દૂધ ભરાવવા ગયા હતા તે દરમિયાન પેથાભાઈ સહિત ૪ વ્યક્તિઓ કારમાં આવીને
અપહરણ કરીને પોતાના ઘરે લઈ જઈ માર માર્યો હતો. ત્યારબાદ મોકો મળતા ફરિયાદી ત્યાંથી ભાગી છૂટીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે દિયોદરની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યો હતો. જયારે દિયોદર પોલીસે ચમનપુરાના
પેથાભાઈ પટેલ, અશોકભાઈ
પટેલ, મુકેશભાઈ પટેલ અને અમરાભાઈ પટેલ નામના ૪ વ્યક્તિ સામે આઈપીસી ૩૬૫,૩૨૩,૨૯૪ (બી),૧૧૪,૫૦૬ (૨) તેમજ નાણાં ધીરધાર બાબત અધિનિયમ સેક્શન ૫(૧),૩૩(૩) અને જીપીએ એક્ટની કલમ ૧૩૫ મૂજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આમ દિયોદર પંથકમાં પણ વ્યાજની ડાયરીઓ એકદમ ધડલ્લે વધી રહી છે. દિયોદર શહેરમાં પણ વ્યાજ ખોરોના ત્રાસના લીધે આત્મહત્યાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. જેની ફરિયાદો પણ દાખલ થયેલ પણ કાર્યવાહીમાં શુન્ય જોવા મળી રહ્યું છે. દિયોદરમાં વ્યાજની ડાયરીઓમાં અનેક શ્રમજીવી લોકો ફસાઈ ચુક્યા છે. ત્યારે આ પણ તાપસનો વિષય છે અને બિનધિકૃત નાણાં ધીરધાર કરતા લોકો સામે પણ કાયદેસરની કડક કાર્યવાહી થાય તો કોઈકનો પરિવાર તૂટતો બચાવી શકાય તેમ છે.

Download Our B K News Today App



Related News