દિયોદરમાં માતા અને પુત્રીએ કર્યો આપઘાતનો પ્રયાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-16 10:50:27
  • Views : 531
  • Modified Date : 2019-05-16 10:50:27

બનાસકાંઠા જિલ્લાના દિયોદર રેલ્વે ફાટક ઉપર આજે વહેલી સવારે ટ્રેન નીચે પડતું મુકી એક મહિલા અને તેની
પુત્રીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બાળકીનો પગ કપાતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વડાણા ગામની પરણિત મહિલા ભાનુબેન ભલાજી ઠાકોર તેમની ૨ વર્ષની દીકરી કિંજલ સાથે આજે અગમ્ય કારણોસર દિયોદર ખીમાણા રેલવે લાઈન ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. જેમાં ભાનુબેન ભલાજી ઠાકોરનું ઘટનાસ્થળ ઉપર મોત નીપજ્યું હતું અને નાની બાળકી કિંજલનો પગ કપાતા સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. જેમાં ગંભીર ઇજા હોવાથી સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ દિયોદર પોલીસને થતા દિયોદર પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ મૃતકના વાલી વારસદારને જાણ કરતા પરિવાર જનો દોડી આવ્યા હતા. આ બનાવમાં કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ અંકબંધ છે.

Download Our B K News Today App



Related News