જિલ્લામાં આપઘાતના વધુ બે બનાવો સામે આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-13 11:14:14
  • Views : 419
  • Modified Date : 2019-06-13 11:14:14

આત્મહત્યાના બનાવોમાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં  
આપઘાતના વધુ બે બનાવો સામે આવ્યા હતાં. જેમાં એક યુવકે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું તો બીજા એ ટ્રેન નીચે
પકડતું મૂક્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં
આપઘાતના બે કિસ્સા સામે આવ્યા હતા.  જેમાં  ધાનેરા ખાતે રહેતા ૨૨ વર્ષિય દશરથ ભીલ  નામના યુવકે  અગમ્ય કારણોસર રેલ્વે નીચે પડતું મૂકી જીવન લીલા સંકેલી હતી. આ યુવક ધાનેરા તાલુકાના ગોળા ગામે રહેતો હોવાનું સામે આવ્યું હતું. જો કે આ બનાવની રેલ્વે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તેમજ મૃતકની લાશને પીએમ અર્થે રેફરલ લઈ જવાઈ અને વાલી વારસાને જાણ કરાઈ હતી.
આવો જ એક બનાવ ડીસાના માલગઢ ગામ ખાતે બનવા પામ્યો હતો. જેમાં ઘનશ્યામ માળી નામના યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવની જાણ થતાં ગામના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. તેમજ ડીસા રૂરલ
પોલીસે મૃતકની લાશને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News