ધણપ ગામના યુવાન રાહુલસિંહ રાણાએ છાલા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-14 11:43:59
  • Views : 285
  • Modified Date : 2021-02-14 11:43:59


છાલા બેઠકને લઇને વર્તમાન પ્રમુખના પતિને ટીકીટ આપતા ભાનુ હ્યદય ભગ્ન થયુ
બી.કે.ન્યૂઝ, ગાંધીનગર
કોંગ્રેસમાં ચૂંટણી સમયે કમઠાણ સામાન્ય બની ગયુ છે. ત્યારે જિલ્લામાં ઉમેદવારી કરવાના આખરી દિવસે ભૂકંપ સર્જાયો હતો. જિલ્લા કોંગ્રેસના મોભી ગણાતા અને જિલ્લા કોંગ્રેસ તથા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પૂર્વ પ્રદેશ મહામંત્રી જશુભા રાણાએ કોંગ્રેસના હાથને રામ રામ કર્યા હતા. જશુભાએ ૪૦ વર્ષની કારકીર્દીમાં કોંગ્રેસ સાથે જ રહ્યા હતા. પરંતુ છાલા બેઠક ધણપના યુવાનને ફાળવવા માંગ કરી હતી. પરંતુ તેમ નહિ થતા આખરે ભગ્ન હ્યદયે તેમણે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપ્યુ હતું.
જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના અને ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી કરી દીધી છે. કોંગ્રેસે અંતિમ સમય સુધી ઉમેદવારો જાહેર નહિ કરવાની પરંપરા જાળવી રાખી હતી. અનેક બેઠક એવી હતી જ્યાં ટિકિટ ફાળવણીમાં રામાયણ જાેવા મળી હતી. પરંતુ છાલા બેઠકના વિવાદે કોંગ્રેસના મોભીની વિકેટ ખેરવી નખાવી છે. છાલા બેઠક ઉપર ભાજપે હસમુખ પટેલને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે કોંગ્રેસે વર્તમાન જિલ્લા પંચાયત પ્રમુખને ઉમેદવાર બનાવ્યા છે.
છાલા બેઠક ઉપર ધણપ ગામનો ઉમેદવાર રાહુલસિંહ રાણાને મુકવામાં આવે તેવી જશુભા રાણાની ઇચ્છા હતી. પરંતુ કોંગ્રેસે તેમની વાત નહિ માનતા આખરે કોંગ્રેસ
પક્ષમાંથી રાજીનામુ આપ્યંુ હતું. જશુભાએ આ બાબતે કહ્યુ હતુ કે, આગામી સમયમાં અમારા ગામના યુવકને ચૂંટણીમાં વિજયી બનાવવા માટે મહેનત કરીશ. રાજીનામાનો પત્ર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને મોકલવામાં આવ્યો હતો. જ્યારે જશુભાએ કહ્યુ હતુ કે, ચાર દાયકા કરતા વધારે સમયથી અદના કાર્યકર બની કામ કર્યુ છે. આગામી સમયમાં હુ મારી રણનીતિ નક્કી કરીશ.

Download Our B K News Today App



Related News