ડીસા પાસેથી વહેતી બનાસ નદીમાંથી મળી આવેલ આપેશ્વર મહાદેવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-01 11:45:39
  • Views : 600
  • Modified Date : 2020-09-01 11:45:39

૩૧ ઓગસ્ટ ૧૯૭૩ ના દિવસે બનાસકાંઠા ખાતે આવેલ દાંતીવાડા ડેમમાં પાળો તૂટ્યો હતો. ત્યારે અનેક ગામોમાં આ ડેમનું પાણી ફરી વળ્યું હતું. તે સમયે બનાસ નદી પણ બંને કાંઠે વહેતી થઈ હતી. જેમાં આ મહાદેવની મૂર્તિ આ પાણી આવ્યું તે સમયે મળી આવી હતી. કહેવામાં આવે છે કે મુઘલનું સામ્રાજ્ય હતું. તે દરમિયાન મોહમ્મદ ઘોરી અનેક હિન્દુ મંદિરોને ખંડિત કરીને ભગવાનની મૂર્તિઓ જમીનમાં દાટી દેતો હતો. જ્યારે અમુક મૂર્તિઓ સમય જતાં પાણીના વહેણમાં મળી આવતી હોય છે. ત્યારે આવી જ એક પૌરાણિક મૂર્તિ ડીસા પાસેથી વહેતી બનાસ નદીમાંથી મળી આવી હતી. ૧૯૭૩ માં દાંતીવાડા ડેમની પાળ તૂટી તે સમયે
પાણીનો વહેણ આવ્યો અને તેમાંથી મૂર્તિ મળી આવી હતી. ત્યારબાદ તેને ડીસા નજીક નાની આખોલ ખાતે મંદિરમાં રાખી શિવલિંગ સહિત તેની પ્રતિષ્ઠા કરવામાં આવી. ધીરે ધીરે લોકોની અવરજવર વધતા આ મંદિરનો વિકાસ કરવામાં આવ્યો. હાલમાં આ મંદિરની સારસંભાળ આપેશ્વર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. દર શ્રાવણ માસમાં આ મંદિર ખાતે મોટો યજ્ઞ યોજવામાં આવે છે. જેમાં ૩૦૦૦ થી વધુ ભક્તો તેના પ્રસાદનો લાભ લે છે. ગતવર્ષે શ્રાવણ મહિનામાં જ્યારે શિવલિંગની પૂજા-અર્ચના કરવામાં આવી રહી હતી  તે દરમિયાન સાક્ષાત નાગદેવએ આ શિવલિંગ પર બિરાજમાન થઇને શિવ ભક્તોને દર્શન આપ્યા હતા.  ત્યારથી જ લોકો આ શિવલિંગને ચમત્કારી શિવલિંગ માની રહ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તો અહી દર્શનાર્થે આવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News