આજે કાંકરેજ તાલુકાના શિરવાડા ઉપરાંત દેવદરબાર જાગીરમઠમાં ગુરૂપુર્ણિમાના પાવન અવસરે ગ્રામજનો દ્વારા હર્ષોલ્લાસભેર ગુરૂવંદના કરાઈ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-25 11:54:32
  • Views : 352
  • Modified Date : 2021-07-25 11:54:32

 સમગ્ર ભારતવર્ષમાં આજે ગુરૂપુર્ણિમાના દિવસની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવે છે.આજના દિવસને વ્યાસ પુર્ણિમાના દિવસ તરીકે મનાય છે.ત્યારે ગઈ કાલે કાંકરેજ તાલુકાના શિરવાડા ઉપરાંત દેવદરબાર જાગીરમઠ,ટોટાણા, ઝાઝાવડા વાળીનાથ મંદીર, કેવળપુરીબાપુની થળી જાગીર મઠમાં દરવર્ષની જેમ આજે પણ હર્ષોલ્લાસભેર ગુરૂપુર્ણિમાની ઉજવણી કરાઈ હતી.ગામના મંદીરમાં સમસ્ત ગ્રામજનો દ્વારા મંદીરમાં આવેલી આનંદપ્રકાશ, નિત્યાનંદ,ગિરીજાનંદ,

ભવાનીનંદ,માર્કંડાનંદ  બાપુની સમાધિસ્થાન ઉપર શાસ્ત્રી બાબુભાઈ જોષીના મુખારવિંદે શાસ્ત્રોકત વિધિવિધાન સાથે ગુરૂપુજન,આરતી,ફુલહાર,થાળ વગેરે ધામધુમપુર્વક કરી ગુરીજનો ના આર્શિવચન મેળવી અને ૠણ અદાકરી નતમસ્તક નમન કરી કોરોના જેવી વૈશ્વિક મહામારી સમગ્ર વિશ્વમાંથી નાબુદ થાય અને વિશ્વના કલ્યાણ અર્થે પ્રાર્થના કરી હતી.આ પ્રસંગે સમસ્ત શિરવાડા ગ્રામજનો તેમજ મંદીરના ટ્રસ્ટીઓ,યુવાનોએ અથાગ પ્રયત્ન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 આ કાર્યક્રમમાં હેમુભાઈ જોષી-પ્રમુખ કાંકરેજ તાલુકા કોગ્રેસ સમિતી,સોમાભાઈ જોષી, ચેહરાભાઈ જોષી,પ્રહલાદભાઈ જોષી,બચુભાઈ જોષી, અંમૃતભાઈ જોષી,વિષ્ણુભાઈ જોષી,બાબુભાઈ જોષી, માધવભાઈ જોષી,કરશન જોષી, દિનેશ જોષી વગેરે તથા સમસ્ત ગ્રામજનો, ટ્રસ્ટીઓ, વડીલો, યુવાનો, ભાઇઓ ,બહેનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતાં.દર્શન અને ભોજનપ્રસાદ લઈ સૌએ ધન્યતાં અનુભવી હતી.

Download Our B K News Today App



Related News