અપક્ષ ઉમેદવારને જીતાડવા અલ્પેશ ઠાકોર બનાસકાંઠામાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-12 06:38:02
  • Views : 545
  • Modified Date : 2019-04-12 06:38:02

બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજમાંથી ઉમેદવારી નોંધાવનાર સ્વરૂપજી ઠાકોરના પ્રચાર માટે આજે અલ્પેશ ઠાકોરે  બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી. જેમાં અપક્ષ ઉમેદવારને જીતાડવા હાકલ કરી હતી.દિયોદર તાલુકાના કોતરવાડા ગામે આજે ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે ગઈકાલે કોંગ્રેસના તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામું આપ્યા બાદ  ગતરોજ બનાસકાંઠાના દિયોદરના કોતરવાડા ગામે ઠાકોર સેનાના અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના કાર્યલયનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ તેમને દિયોદરના કોતરવાડા ગામે જાહેર સભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે તેમણે કોંગ્રેસને  ખરાબ સમયમાં સાથ આપ્યો હતો. પણ કોંગ્રેસે તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે તેમણે હવે તાકાત બતાવવાનો સમય આવી ગયો છે. અલ્પેશ ઠાકોરે પોતાના અંદાજમાં કહ્યું હતું કે આપણા ઉમેદવારનું નિશાન ગેસનો બાટલો છે અને ઘણા લોકોમાં ગેસ ભરાઈ ગયો છે. ગેસના બાટલાથી તેમનો ગેસ નીકળી દેવો છે. બીજાને હરાવવા અમે નથી નીકળ્યા અમે તો જીતવા નીકળ્યા છીએ તેમને પાવર બતાવી  દેવો છે.


Download Our B K News Today App



Related News