બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીની થરાદ તાલુકામાં ઓચિંતી મુલાકાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-29 11:43:29
  • Views : 433
  • Modified Date : 2020-11-29 11:43:29

બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ અજય દહિયાએ શનિવારે થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક મુલાકાત લીધી હતી. જેમાં થરાદ તાલુકા વિકાસ અધિકારી વિજય ચૌધરી તેમજ અધિકારીઓ સહિત જિલ્લા વિકાસ અધિકારી સાથે દોડતા થયા હતા અને જિલ્લા વિકાસ અધિકારીએ દુધવા
પી.એચ.સી. ની મુલાકાત લીધી હતી.  તેમજ  વેદલા  અને દુધવા  પંચાયતના  રેકોર્ડ ચેક કર્યા હતા.  વિવિધ વિકાસના કામો પણ ચેક કર્યા તેની સમીક્ષા કરી હતી  અને બાકી રહેતા વિકાસના કામો ધ્યાને આવતા તાત્કાલિક ચાલુ કરવા પણ સૂચના આપી હતી.  જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને કડક સૂચના આપી હતી કે કોરાનાની મહામારી ચાલી રહી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ ફરજિયાત માસ્ક અને સરકારના નિયમનું પાલન થાય તેનું ધ્યાન રાખવું. ખાસ સુચના આપવામાં આવી હતી કે ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન હોવાથી લગન ગાળામાં કેટલા લોકો ભેગા થાય છે અને મંજૂરી વગર થયા હોય તો તેના પર કાર્યવાહી કરવી, તેમજ તંત્રને તાત્કાલિક જાણ કરવી. ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારી વિજય ચૌધરી, વિસ્તારણ અધિકારી સંજયભાઈ નાઈ, શબ્બીરભાઈ મંસુરી, મંત્રી મંડળના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, એસ.ઓ.ભરતભાઇ ચૌધરી સહિત હાજરી આપી.

Download Our B K News Today App



Related News