ડીસામાં હનુમાન જયંતિની ઉજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-20 05:36:24
  • Views : 497
  • Modified Date : 2019-04-20 05:36:24

સમગ્ર ગુજરાત રાજ્યમાં હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં પણ ૧૫૦ વર્ષ જૂના ત્રણ હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતીસમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં આવેલા તમામ હનુમાનજીના મંદિરોને આજે ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. સવારે મહાઆરતી કરી અને હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ડીસા ખાતે આવેલ ૧૫૦ વર્ષ જૂના ત્રણ હનુમાન મંદિર ખાતે પણ હનુમાન જયંતિની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.
 વર્ષો જુનુ મંદિર હોવાના કારણે સવારથી જ હનુમાનજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ત્રણ હનુમાન મંદિર ખાતે આવ્યા હતા. હનુમાનજીની મહાઆરતી ઉતારી અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


Download Our B K News Today App



Related News