પાલનપુર તાલુકાના કુંભાસણમાં અનોખુ બેસણું યોજાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-11 11:09:39
  • Views : 768
  • Modified Date : 2019-06-11 11:09:39

 પાલનપુર તાલુકાના કુંભાસણ ગામમાં દલિત સમાજના ગેલોતર પરિવાર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી. તેમના માતાજી માનાબેન જેઠાભાઈ ગેલોતરનું ૯૬ વર્ષની વયે દેહાંત થતાં તેમના મૃત્યુદેહને બનાસ મેડીકલ કોલેજને દાન કરીને મેડીકલ ક્ષેત્રે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ઉપયોગી બનવાનું ઉતમ ઉદાહરણ પુરુ પાડયું છે.કુંભાસણ ગામના માનાબેન જેઠાભાઈ ગેલોતર ૯૬ વર્ષની વય ધરાવતા હતા અને છેલ્લાં બે વરસથી પગે ફેકચર થતાં પથારીવશ અવસ્થામાં તેમનું જીવન ગુજારતા હતા. જેઓનું ગત ૮ જુનના રોજ અવસાન થતાં તેમના પરિવારજનોએ બે વર્ષ અગાઉ તેમના દેહને મેડીકલ કોલેજમાં આપવા માટેની સંમતિ તેમની પાસેથી લીધી હતી અને તેમનું અવસાન થતાં તેમના મૃત્યુદેહને બનાસ મેડીકલ કોલેજ પાલનપુરને અર્પણ કર્યો હતો. સોમવારે તેમનું બેસણું તેમના નિવાસસ્થાને કુંભાસણ ખાતે રાખવામાં આવ્યું હતું. જે બનાસકાંઠામાં કદાચ પ્રથમવાર આવુ બેસણું યોજાયુ હશે. બેસણામાં કેન્સર અવરનેશ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પોસ્ટર અને પેમ્પલેટ દ્વારા કેન્સર જેવા જીવલેણ રોગની માહિતી આપી અને વ્યસનોથી દૂર રહેવા માટે  વ્યસનમુક્તિનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. હાલના સમયમાં ગ્લોબલ વો‹મગના કારણે પડી રહેલી કાળજાળ ગરમીથી આવનારા સમયમાં રાહત મળે તે માટે પર્યાવરણના જતન માટે તેમના નિવાસસ્થાને બેસણામાં આવેલ દરેક લોકોને એક એક છોડ આપીને પર્યાવરણનું જતન કરવાનો સંકલ્પ લેવાડવવામાં આવ્યો હતો. ઉપસ્થિત દલિત સમાજના તમામ લોકો સમાજ ચાલતા કુરિવાજો બંધ કરવા માટેની અપીલ કરી હતી. તેમના ઘરેથી આ કુરીવાજોને બંધ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. તેમના પૌત્ર અરવિંદભાઈ ગેલોતરે જણાવ્યું હતું કે અમારા કુટુંબમાં ૨૦ સભ્યો છીએ અને અમો તમામ એવો સંકલ્પ કર્યો છે કે અમો તમામે અમારા દેહનું અંગદાન અથવા  દેહદાન કરીશું. આમ લિત સમાજના આ ગેલોતર પરિવારની આગવી પહેલ ખરેખર સમાજ માટે પ્રરણાદાયી છે અને બિરદાવવા લાયક છે. બેસણામાં આવેલ તમામ લોકોએ તેમની આ આગવી પહેલને બિરદાવી હતી.



 

Download Our B K News Today App



Related News