જીપીએસસી શિક્ષણ સેવા વર્ગ ૧ અને ૨ ની પરીક્ષા માટે પ્રાથમિક શિક્ષકનો અનુભવ માન્ય ગણવા રજુઆત કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-01 11:31:53
  • Views : 379
  • Modified Date : 2021-01-01 11:31:53

શિક્ષણ સેવા વર્ગ ૧ અને ૨ ની ભરતી માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પરીક્ષા લેવામાં આવે છે આ પરીક્ષા માટે શિક્ષણ કાર્યનો અનુભવ હોવો જરૂરી હોય છે અત્યાર સુધી આ પરીક્ષામાં પ્રાથમિક શિક્ષકનો અનુભવ માન્ય ગણવામાં આવતો હતો. પરંતુ હવેથી પ્રાથમિક શિક્ષકનો અનુભવ માન્ય ગણવામાં ન આવતા રાજ્યભરના પ્રાથમિક
શિક્ષકોમાં નારાજગી અને નિરાશા વ્યાપી ગઈ છે. ચાલુ વર્ષે શિક્ષણ સેવા વર્ગ ૨ ની ૧૪૧ જગ્યા માટે જાહેરાત આપવામાં આવેલ છે પરંતુ તેમાં પ્રાથમિક શિક્ષકનો અનુભવ માન્ય નથી જેના કારણે છેલ્લા ઘણા સમયથી આ પરીક્ષાને લઈને તૈયારીઓ કરતા
શિક્ષકોમાં નિરાશા ફેલાઈ ગઈ છે પ્રાથમિક શિક્ષકો પણ ટેટ ૧ અને ટેટ ૨ ની પરીક્ષાઓ પાસ કરીને પ્રાથમિક શિક્ષક તરીકે જાેડાયા હોવાથી તેઓ હોશિયાર હોય છે. ભૂતકાળમાં પણ આ
પરીક્ષા થકી કેટલાય પ્રાથમિક શિક્ષકો શિક્ષણના ઉચ્ચ હોદા
પર છે અને હતા જેમનો અનુભવ ગુજરાત રાજ્યના શિક્ષણ જગતને ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. આ
પરીક્ષામાં પ્રાથમિક શિક્ષકોને બાકાત રાખવામાં આવતા રાજ્યભરના હોશિયાર
શિક્ષકોને અન્યાય થઈ રહ્યો છે. ત્યારે શિક્ષણ સેવા વર્ગ ૧ અને ૨ ની પરીક્ષા માટે પ્રાથમિક શિક્ષકનો અનુભવ માન્ય ગણવામાં આવે તેના માટે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના પ્રમુખ ભીખુભાઇ પટેલ અને મહામંત્રી રતુભાઈ ગોળને રૂબરૂમાં લેખિત આવેદનપત્ર આપીને પ્રાથમિક શિક્ષકોએ પોતાને થઈ રહેલા અન્યાયની રજુઆત સરકારમાં કરવા વિન્નતી કરી હતી અને રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા પણ શિક્ષકોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે તેમને થતા અન્યાયની રજુઆત કરી યોગ્ય કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવે એ દિશામાં પ્રયત્નો કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News