આંત્રોલી ખાતે પોલિયોનું ઉદઘાટન કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-20 14:59:36
  • Views : 462
  • Modified Date : 2020-01-20 14:59:36

પાલનપુર તાલુકાના આંત્રોલી ગામે પોલિયો કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય ઉદઘાટન કરતાં બીકે ન્યુઝ દૈનિકના પાલનપુર તાલુકા રીપોર્ટર ઠાકોર દિનેશજી ભેરાજીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ચિત્રાસણી પેટા આરોગ્ય કેન્દ્ર કર્મચારી એવા દિનેશભાઈ પ્રજાપતિ અને તેમના કર્મચારી ગીતાબેન સોલંકી  દ્વારા પોલિયોથી થતા નુકસાનની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવે છે કે કોઈ પણ બાળકને પોલિયો ન થાય તેવા તમામ પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે અને રસી આપવામાં આવે છે. ખાત્રી આપવામાં આવી હતી કે ગામડાના છેવાડાના લોકો સુધી આ રસીનો લાભ મળે એવા તમામ પ્રયાસો આરોગ્ય કર્મચારીઓ દ્વારા સતત કરવામાં આવશે અને સવારથી માંડીને સાંજ સુધી પોલિયોની રસી આપી આપવામાં આવી હતી.આ કાર્યક્રમની જાહેરાત અગાઉના દિવસે માઈક લાઉડ સ્પીકર દ્વારા કરવામાં આવી હતી અને જાહેર આમંત્રણ ગામ લોકોને આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આ ગામની તમામ મહિલાઓ પોતાના બાળકને લઈને રસી આપવા માટે લઈને આવ્યા હતા અને આરોગ્ય કર્મચારીને પુરો સાથ સહકાર આપવામાં આવ્યો હતો.


Download Our B K News Today App



Related News