શ્રીલંકામાં યોજાનાર આંંતરરાષ્ટ્રીય યુવા મહોત્વસમાં થરાદના પ્રતિક બેચાણીએ ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-08 05:29:18
  • Views : 480
  • Modified Date : 2019-04-08 05:30:53

યૌવન થુરાયા નામે છેલ્લા ૫ વર્ષથી આંતરરાષ્ટ્રીય યુવા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં સાત હજાર યુવાનોની સાથે વિશ્વભરના ૩૫ દેશના ૧૫૦ યુવાન-યુવતીઓએ ભાગ લીધો અને વૈશ્વિક સમસ્યાઓ પર
પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું.પ્રતિક બેચાણી દ્વારા પર્યાવરણ, યુવા-વિકાસ, નેતૃત્વકળા, આરોગ્ય, રોજગાર સમાજ સુરક્ષા અને સંરક્ષણ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી છેલ્લા દિવસે શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘ, યુવામંત્રી સાગલા રત્નાયકા ખાસ હાજર રહ્યા. શ્રીલંકાના વડાપ્રધાન વિક્રમસિંઘે
ગુજરાતમાં આર્ટ અને  ક્રાફ્ટપાર કામ કરતા કારીગર દ્વારા દોરાથી બનાવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતાની ભેટ આપી,
ગુજરાતમાં આવવા માટે આંમત્રણ પણ આપવામાં આવ્યું. પ્રવાસ દરમિયાન વિવિધ જગ્યાઓની મુલાકાત લીધી તેમજ સરસ રીતે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આવી રીતે થરાદને ગર્વ છે યુવાન પ્રતિક બેચાણી ઉપર જેઓ ભારતનું વિવિધ પ્રતીનિધિત્વ  કરેલ છે. તેમજ ભારતના રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી આદિત્યનાથ અને નરેન્દ્ર મોદી, વિજય રૂપાણી સાથે યુવાલક્ષી કાર્યક્રમમાં હાજર રહી થરાદનું ગૌરવ વધારેલ છે.નો ગઢ જ્યારે કોંગ્રેસની ગામડાઓમાં પકડ

Download Our B K News Today App



Related News