વડગામના વીર શહીદ જવાનની અંતિમયાત્રા નીકળી..હજારો દેશપ્રેમી લોકો અંતિમયાત્રામાં જોડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-18 14:30:20
  • Views : 487
  • Modified Date : 2020-06-18 14:30:20

ભારત દેશ અનેક સંસ્કૃતિથી વરેલો દેશ છે. ભારત દેશમાં અનેક પ્રકૃતિઓ દર વર્ષે સોળે કળાએ ખીલે છે જે પ્રકૃતિ માંથી દર વર્ષે અનેક દેશના જવાનો દેશની ધરતી પર જન્મ લે છે. દર વર્ષે દેશની રક્ષા કરવા માટે અનેક જવાનો પોતાના પરિવારને છોડી અને દેશની સરહદો પર માં ભોમની રક્ષા કાજે તૈયાર થઈ ખડે પગે ઉભા રહે છે આજે દુશ્મનોની અનેક સીના પાર ગોળીઓ ખાઈને પણ જવાનો દેશની રક્ષા કરી રહ્યા છે. આજે ભારત દેશની ચારેય દિશાઓ જવાનો માટે અવાજ આપી રહી છે કે બેટા ઘર કબ આઓગે પરંતુ આજે પણ એ જવાનોના મોઢા પર એક જ વાત છે જ્યાં સુધી માં ભારતનો હાથ અમારી પર છે ત્યાં સુધી તો અમે જવાનો એક પણ ડગલું પાછળ નહીં હટીએ. આજે ભારતની તમામ બોર્ડરો પર રોજબરોજના અનેક હુમલાઓ થઈ રહયા છે પરંતુ આજે પણ જવાનોનું મનોબળ નીચું નથી થયું તેનું કારણ છે ભારત દેશની ધરતી પર જે માતા પોતાના દીકરાને જન્મ આપી મોટા કરી બોર્ડર પર બીજી માતાની રક્ષા કરવા મોકલતી હોય તે માતાની રક્ષા કરવા વાળા પુત્રની રક્ષા આજે પણ બોર્ડરો પર થાય છે.બનાસકાંઠા ના વડગામ તાલુકાના ઘોડિયાલ ગામનો જવાન શહીદ થતા તેના પાર્થિવ દેહ ને આજે તેમના વતન ઘોડીયાલ ગામે લવાયો હતા. શહીદ આશિષભાઈ 2012 માં બીએસએફ માં નોકરીએ લાગ્યા હતા અને આઠ વર્ષ સુધી દેશસેવા કરી હતી. છેલ્લે તેઓ કલકત્તા ખાતે દેશની સેવા કરતા કરતા શહીદ થયા છે. ત્યારે આજરોજ તેમના પાર્થિવદેહ ને પોતાના માદરે વતન લવાયા હતા અને દાંતીવાડા બીએસએફ ની બટાલિયન અને વડગામ છાપી પોલીસ સાથે રહીને આશિષભાઈ વાલમિયા ના પાર્થિવ દેહને લશ્કરી સન્માન સાથે અંતિમ ક્રિયા માટે લઈ જવામાં આવ્યા હતા. 

Download Our B K News Today App



Related News