વડગામના ઘોડિયાલના શહીદ જવાનને માનભેર અંતિમ વિદાય અપાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-18 12:09:33
  • Views : 635
  • Modified Date : 2020-06-18 12:09:33

વડગામ તાલુકાના ઘોડિયાલના શહીદ જવાનને માનભેર અંતિમ વિદાય અપાઇ હતી. ત્યારે બે દિવસ અગાઉ બાંગ્લાદેશની સરહદ પર ફરજ બજાવતા આ જવાન શહીદ થતા પાર્થિવ દેહને માદરે વતન લાવવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
બનાસકાંઠાના વડગામ તાલુકાના ઘોડિયાલ ગામનો જવાન આશિષ વાલમિયા
પરમાર છેલ્લા ૮ વર્ષથી બીએસએફ માં ફરજ બજાવતો હતો. જોકે હાલ તેની પોસ્ટિંગ પશ્ચિમ બંગાળના સોડેપુર બોર્ડર ઉપર હતી. જ્યાં ૧૪ જૂનના રોજ ફરજ દરમિયાન શહીદ થતા પરિવારમાં માતમ છવાયો હતો. આ જવાન શહીદ થયાના સમાચાર તેના પરિવારજનો અને ગામ સાથે તાલુકા ભરમાં પ્રસરી જતા આખું ગામ હીબકે ચડ્‌યું હતું. મૃતક જવાન તેની
પાછળ તેના ૪ વર્ષીય પુત્ર મનપ્રિત અને તેની પત્નીને છોડી જતા પરિવાર સહિત સમગ્ર ગામ શોકમય બન્યું હતું. ત્યારે બીએસએફ દ્વારા તેના મૃતદેહને વતન ઘોડિયાલ ગામમાં લવાયો હતો. જ્યાં મૃતકની શ્રદ્ધાંજલિ આપવા લોકો ઉમટી પડ્‌યા હતા. યુવકની પત્ની અને પરિવારના લોકોને તેના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરાવ્યા બાદ બીએસએફ ના જવાનો દ્વારા સલામી આપ્યા બાદ જવાન તેની અંતિમ વિધિ કરી તેની દફન કરાઈ હતી. જવાનની શહીદી પર પરિજનો સહિત ગ્રામજનોમાં શોક અને આઘાતની લાગણી પ્રસરી ગઇ છે અને શહીદ જવાનને હાજર જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપી હતી. આ શહીદ જવાનના પાર્થિવ દેહના દર્શન કરવા અને શ્રદ્ધાંજલિ આપવા ગ્રામજનો, અ
આજુબાજુના ગામના લોકો, તાલુકાના ટીડીઓ, મામલતદાર, પોલીસ સ્ટાફ સાથે પી.એસ.આઇ, આગેવાનો અને નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News