સિંગણપોર વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-07 11:39:04
  • Views : 64
  • Modified Date : 2024-03-07 11:39:04

સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. મોડી રાત્રે ખુલ્લી તલવાર સાથે વાહનોમાં તોડફોડ કરી ગભરાટ ફેલાવી દીધો હતો. સુરતના ગોવિંદનગરમાં ડી.જે.માં થયેલા ઝઘડાની અદાવતમાં આ તોડફોડ કરી આતંકનો માહોલ સર્જવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે ગોવિંદનગરથી લઈને બહુચરનગર સુધી પાર્ક થયેલા વાહનોનો અસામાજિક તત્વોએ ખુરદો બોલાવ્યો હતો. તલવાર સહિતના ઘાતક હથિયારો સાથે માથાભારે તત્ત્વોએ આતંક મચાવ્યો  હતો. કાર અને બાઈક સહિત 10 જેટલા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. હુમલાની ઘટનામાં એક યુવક ઘવાયો પણ હતો. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા સિંગણપોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News