બનાસકાંઠા જિલ્લાનો હીર આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકી નામના વધારી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-12 11:36:47
  • Views : 513
  • Modified Date : 2019-08-12 11:36:47

તાજેતરમાં યુરોપના સ્વીઝરલેન્ડ ખાતે પેરા એટલાન્ટિક સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી. વિશ્વ કક્ષાની રમતમાં કુશ્કલ ગામના ૧૭ વર્ષિય નિતીન ચૌધરીએ  તથા વડગામ તાલુકાના કોદરામ ગામના રાજેન્દ્રસિંહ રાણાએ
સ્પર્ધામાં ભાગ લઇ ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ બંને યુવાનોએ વિદેશની ધરતી ઉપર ભારત દેશના બનાસકાંઠાનો હીર ઝળકાવતા બનાસકાંઠા જિલ્લામાં આનંદની લાગણી છવાઈ હતી. જે અંતર્ગત કુશ્કલ ગામ ખાતે બંને યુવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વિટ્‌ઝર્લેન્ડના નોટ વિલ વર્લ્ડ પેરા એટલાન્ટિક જુનિયર ચેમ્પિયનશિપમાં કોદરામ ગામના રાજેન્દ્ર રાણાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે કુશ્કલ ગામના નિતીન ચૌધરીએ સિલ્વર મેડલ મેળવી સમગ્ર દેશનું નામ રોશન કર્યુ હતું. સ્વિટ્‌ઝર્લેન્ડના નોટ વિલ વર્લ્ડ પેરા એટલાન્ટિક જુનિયર ચેમ્પિયનશિપમાં કોદરમ રાજેન્દ્ર રાણાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને જ્યારે કુશ્કલ ગામના નિતીન ચૌધરીએ સિલ્વર મેડલ મેળવી સમગ્ર દેશનું નામ રોશન કર્યુ હતું. ત્યારે  કુશ્કલ ગામ ખાતે આ બે યુવકનો સન્માન સમારો યોજાયો હતો.

Download Our B K News Today App



Related News