સુરતમાં ટુ-વ્હીલર પર સ્ટંટનો વધુ એક વિડીયો આવ્યો સામે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-07 16:25:51
  • Views : 124
  • Modified Date : 2023-08-07 16:25:51

 સુરતમાં મોપેડ પર ચાર સવારી છુટા હાથે સ્ટંટ કરતા યુવકોનો તેમજ જીપના બોનેટ પર ઉભા રહીને સ્ટંટ કરતા યુવકોનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વિડીયોના આધારે ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે અને નંબર પ્લેટના આધારે યુવકોની શોધખોળ હાથ ધરી છે.સુરતમાં વાહનો પર જોખમી સ્ટંટ કરતા યુવકોના એક પછી એક વિડીયો વાયરલ થઇ રહ્યા છે અને પોલીસ પણ આવા વિડીયો વાયરલ થતા કાર્યવાહી હાથ ધરી રહી છે, ત્યારે સુરતમાં આવા જ બે વિડીયો વાયરલ થયા છે. જેમાં એક મોપેડ ચાર લોકો સવાર થયા હતા અને મોપેડ પર ઉભા રહીને તેમજ છુટાહાથે સ્ટંટ કર્યો હતો. યુવકોના આ સ્ટંટનો વિડીયો ટ્રાફિક હેલ્પલાઈન પર મળ્યો હતો. જેને લઈને આ સમગ્ર મામલે અઠવા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. નાનપુરા ખ્વાજાદાના રોડ મચ્છી માર્કેટ પાસેનો આ વિડીયો વાયરલ થયો હતો.જયારે બીજો વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક યુવકે જીપના બોનેટ પર ઉભા રહીને ફિલ્મી સ્ટાઈલમાં સ્ટંટ કર્યો હતો. આ વિડીયો વાયરલ થતા સરથાણા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં સરથાણા પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જીપ માલિક જૈમીન છગન સવાણી છે અને જીપના બોનેટ પર તેના મિત્ર ધવલ ડાભીએ સ્ટંટ કર્યો હતો, જયારે જીપ ચાલક એક સગીર હોવાનું બહાર આવ્યું હતું. જેથી હાલ પોલીસે જીપ માલિક જૈમીન સવાણી અને સ્ટંટબાજ ધવલ ડાભીની અટક કરી હતી. જયારે જીપ ચાલક 17 વર્ષીય સગીરની શોધખોળ હાથ ધરી હતી. આ વિડીયો 3 મહિના જુનો હતો અને હાલમાં વાયરલ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News