ડીસા તાલુકાના ઝબડીયા ગામના બાળકનો વધુ એક વિડિઓ વાયરલ થયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-27 12:54:35
  • Views : 357
  • Modified Date : 2022-02-27 12:54:35

ડીસા તાલુકાના ઝબડીયા ગામના બાળકનો વધુ એક વિડિઓ વાયરલ થયો

 

ભારત દેશ ચીન અને પાકિસ્તાનની સરહદ પર વસેલું દેશ છે જેના કારણે અવારનવાર ચીન અને પાકિસ્તાન તરફથી ભારત પર હુમલા કરવામાં આવતા હોય છે ત્યારે તેમના આમળાથી દેશને સુરક્ષિત રાખવા માટે આજે ભારત દેશની સરહદો પર દેશના જવાનો રાત દિવસ સુરક્ષા કરી રહ્યા છે પરંતુ કેટલીક વાર આકસ્મિક અથવા તો આતંકવાદી હુમલામાં આપણા દેશના જવાનો શહીદ થતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના રમેશભાઈ રબારી દેશની રક્ષા કાજે શહિદ થયા હતા જેને લઇ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ધેરા શોકની લાગણી છવાઈ છે ત્યારે આ લાગણીઓ વચ્ચે ડીસા તાલુકાના ઝાબડિયા ગામના બાળકે દેશની રક્ષા કાજે શહીદ થયેલા રમેશભાઈ રબારી નો વિડીયો બનાવી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે આ વીડિયોમાં આ બાળક 2035 માં ભારત દેશ અનેક પ્રગતિના પંથે જશે તેમજ 2065માં ભારત દેશ એ મહાશક્તિ દેશ બનશે એવું જણાવી રહ્યો છે આ વિડીયો હાલ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને આ નાના બાળકના આ વીડિયોને લઈને લોકોમાં ચર્ચાઓ પણ થઈ રહી છે.

Download Our B K News Today App



Related News